ETV Bharat / state

Mid-day Meal Scheme : રાજ્યમાં ચાલી રહેલા મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ થશે ? સંચાલકોએ જણાવી સમસ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 4:18 PM IST

Updated : Oct 13, 2023, 4:58 PM IST

સરકારી શાળામાં બાળકોને નિઃશુલ્ક પોષણક્ષમ આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પરંતુ હાલમાં એવી સ્થિતિ છે કે, બાળકોને ફક્ત ભાત જ મળી રહ્યા છે. જ્યારે આ અંગે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોએ સમગ્ર બાબતે વિગતવાર માહિતી આપી હતી. સંચાલકોએ ત્યાં સુધી કહ્યું છે કે, જો સમસ્યા હલ નહીં થાય તો મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી શકે છે.

Mid-day Meal Scheme
Mid-day Meal Scheme

રાજ્યમાં ચાલી રહેલા મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ થશે ?

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા સરકારી સ્કૂલમાં બાળકોને નિઃશુલ્ક પોષણક્ષમ આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. એવામાં મધ્યાહન ભોજનમાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી સંચાલકોને ઘઉં, ચણા, દાળ અને તેલનો પૂરતો જથ્થો મળ્યો નથી. જેના કારણે મધ્યાહન ભોજનના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યભરમાં અંદાજિત 42 લાખ જેટલા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ અનાજનો જથ્થો નહીં મળે તો મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ કરવાની ફરજ પડશે તેવું સંચાલકો જણાવી રહ્યા છે.

અપૂરતો અનાજનો સ્ટોક : રાજ્યમાં મધ્યાહન ભોજન સંચાલકોને સમયસર અને પૂરતું અનાજ તેમજ ખાદ્યતેલનો જથ્થો મળતો નથી. ત્યારે આ મામલે મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક ભોજન માટે મધ્યાહન યોજના શરૂ કરવામાં આવી છે. જ્યારે આ મધ્યાહન ભોજનમાં બાળકોને આપવા માટેની જરૂરિયાત વસ્તુઓ જેમાં ઘઉં, ચોખા, દાળ અને તેલ દર માસની પહેલી તારીખ સુધી મળવા જોઈએ. ત્યારે આજે 12 તારીખ થઈ હોવા છતાં મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો પર અનાજ અને તેલનો જથ્થો પહોંચ્યો નથી.

અમારી પાસે હાલ આ અનાજ અને તેલનો સ્ટોક ન હોવાના કારણે અમારે મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આ મામલે અમે સરકારને પણ લેખીત રજૂઆત કરી છે. -- કિશોર જોશી (પ્રમુખ, મધ્યાહન ભોજન કર્મચારી મંડળ)

કેન્દ્ર બંધ કરવા પડશે ? કિશોર જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે હાલ આ અનાજ અને તેલનો સ્ટોક ન હોવાના કારણે અમારે મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આ મામલે અમે સરકારને પણ લેખીત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આગામી 15 તારીખ પહેલા જો અનાજ અને તેલનો પૂરતો જથ્થો આપવામાં નહિ આવે તો અમારે નાછૂટકે મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી આ કેન્દ્રો પણ બાળકોને માત્ર ભાત જ આપવામાં આવી રહ્યા છે. તેના કારણે બાળકોના વાલીઓ સાથે પણ અવારનવાર ઘર્ષણના બનાવો બની રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારીની પ્રતિક્રિયા: રાજકોટમાં મધ્યાહન ભોજન સંચાલકોને અનાજનો જથ્થો મળ્યો નથી ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી પ્રમાણે 4 જેટલા રાજકોટના તાલુકામાં આ અનાજ નથી મળ્યું પરંતુ પુરવઠા વિભાગ પાસે આ મામલે વિગતો સ્પષ્ટ હશે, જ્યારે ETV BHARAT દ્વારા રાજકોટ પુરવઠા અધિકારી અમિ બહેનને ટેલીફોનીક વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમને ફોન સત્તત રિસિવ કર્યો નહોતો.

જિલ્લા શિક્ષણાધિકારીએ માહિતી આપી : રાજકોટમાં મધ્યાહન ભોજન સંચાલકોને અનાજનો જથ્થો મળ્યો નથી ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી પ્રમાણે 4 જેટલા રાજકોટના તાલુકામાં આ અનાજ નથી મળ્યું પરંતુ પુરવઠા વિભાગ પાસે આ મામલે વિગતો સ્પષ્ટ હશે, જ્યારે ETV BHARAT દ્વારા રાજકોટ પુરવઠા અધિકારી અમિબહેનને ટેલીફોનીક વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને ફોન સત્તત રિસિવ થયો નહોતો...

અનિયમીત પુરવઠો : મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી અમે દાળ માટે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ. પરંતુ સ્ટોક ન હોવાના કારણે કેન્દ્રો બંધ કરવાની ફરજ પડે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને સરકાર દ્વારા પૂરતો અનાજનો સ્ટોક સમયસર આપવામાં આવતો નથી. જેના કારણે કેન્દ્રમાં બાળકોને પણ સમયસર ભોજન મળે છે કે કેમ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

  1. Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત
  2. સોખડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો મધ્યાહન ભોજન કેમ જમતા નથી ? અનેક સવાલો
Last Updated :Oct 13, 2023, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.