ETV Bharat / bharat

રેમલ વાવાઝોડાની ગંભીર અસર થશે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ત્રિપુરામાં, જાણો સંપૂર્ણ માહિતી - cyclone remal update

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 1:21 PM IST

દેશમાં ગરમીની પરિસ્થિતિ વધી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની ખડી વચ્ચે ચક્રવાત જોવા મળ્યો છે. ઉપરાંત ભારતીય હવામાન વિભાગ દ્વારા આ ચક્રવાત તીવ્ર વાવાઝોડામાં ફેરવશે તેવી ધારણાઓ કરી છે. જે આસપાસના વિસ્તારોને ભારે અસર કરી શકે છે. તો શું છે આ સંપૂર્ણ "રેમલ" વવાઝોડાની પરિસ્થિતિ જાણવા માટે વધુ વાંચો આ અહેવાલમાં. cyclone remal update

ભારતીય હવામાન વિભાગ દ્વારા આ ચક્રવાત તીવ્ર વાવાઝોડામાં ફેરવશે તેવી ધારણાઓ કરી છે
ભારતીય હવામાન વિભાગ દ્વારા આ ચક્રવાત તીવ્ર વાવાઝોડામાં ફેરવશે તેવી ધારણાઓ કરી છે (Etv Bharat)

કોલકાતા: પશ્ચિમ બંગાળનો આસપાસનો દરિયાઈ વિસ્તાર અશાંત જણાઈ રહ્યો છે. જેનું મહત્વનું કારણ એ છે કે, પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની ધારણા છે. હવામાન વિભાગના (IMD)અનુસાર આજે રાત્રે એટલે કે, રવિવારે આ ધારણા શક્ય બને તેવી સંભાવના છે. આ ધારણા અનુસાર ચક્રવાત રેમલ મધરાત્રે બાંગ્લાદેશ અને પૂર્વીય રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચેથી પસાર થશે. "CS "રેમલ" સાગર ટાપુઓ (WB)થી આશરે 290 કિમી દક્ષિણ પૂર્વમાં, ખેપુપારા (બાંગ્લાદેશ)થી 300 કિમી દક્ષિણ પૂર્વમાં અને કેનિંગ (WB)થી 320 કિમી દક્ષિણ પૂર્વમાં જોવા મળશે. તેથી આગામી 6 કલાકમાં આ ચક્રવાત વાવાઝોડામાં પરિણમશે. અને તારીખ 26 ની મધરાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે.

પ્રીમોન્સુનનો પહેલો ચક્રવાત: બંગાળની ખાડીમાં આવતું આ વાવાઝોડું એ પ્રીમોન્સુનનો પહેલો ચક્રવાત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત દરમિયાન પવન 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. તેથી IMD દ્વારા ચેતવણી જાહેર કારવાનમાં આવી છે કે, 26-27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. 26 મેના રાત્રે લેન્ડફોલ થશે ત્યારે ચક્રવાત રેમલ 1.5 મીટર સુધીના તોફાની મોજ સાથે આગાળ આવશે. તેને પરિણામે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે.

કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓમાં 26 અને 27 મેએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં પવનની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે, ઉપરાંત એક કે બે સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તર ઓડિશામાં, બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદ પડશે, જ્યારે મયુરભંજમાં 27 મેના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે.

વરસાદ અને ભારે પવન પણ આવશે: IMD એ પણ આગાહી કરી છે કે, ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તરતો જેવા કે બાંગ્લાદેશ, ત્રિપુરા અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક અન્ય ભાગોમાં વરસાદ અને ભારે પવન પણ આવશે. 22 મેના રોજ બંગાળની ખાડી પર પહેલીવાર જોવા મળેલ નીચા દબાણનું ક્ષેત્ર વધુ ડિપ્રેસીવ સિસ્ટમમાં પરિવર્તિત થયું છે, જે હવે બંગાળની ખાડી પર જોવા મળી રહ્યું છે.

મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, તટીય બાંગ્લાદેશ, ત્રિપુરા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક અન્ય ભાગોનો અસરગ્રસ્ત વિસ્તારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોના રહેવાસીઓ તેમજ પડોશી રાજ્ય ત્રિપુરાને 26 મેથી શરૂ થતી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા વિનંતી કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકો સમજાવી રહ્યા છે કે: દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો તીવ્ર બની રહ્યા છે. અને લાંબા સમયથી તે આ પરિસ્થિતિમાં રહ્યા છે, પરિણામે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટાભાગની વધારાની ગરમીને શોષી લે છે. જેથી ગ્રીનહાઉસ ગેસના વધતાં જતાં ઉત્સર્જનને પરિણામે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે. આવા અનેક પ્રકારના ગરમ અને ઠંડા હવામાનની બદલાતી પરિસ્થિતિઓને પરિણામે વવાઝોડાની સંભાવનાઓ વધી શકે છે. 1880 માં રેકોર્ડ શરૂ થયા પછી છેલ્લા 30 વર્ષોમાં દરિયાની સપાટીનું તાપમાન (SSTs)સૌથી વધુ જોવા મળ્યું છે.

IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી એસ પાઈના જણાવ્યા મુજબ, દરિયાની સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું કે, દરિયાઈ સપાટીનું વાતાવરણ 27 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને ચક્રવાત માટે તેનાથી વધુ તાપમાનની જરૂર હોય છે. હાલ દરિયાની સપાટીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. રાજીવને જણાવતા કહ્યું કે, "જો કે ચક્રવાત વધુ તીવ્ર બનશે નહીં.

સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ્સ સ્થગિત: કોલકાતા એરપોર્ટ ઓથોરિટીએ શનિવારે ચક્રવાત રેમલના લેન્ડફોલને કારણે ફ્લાઇટ ઓપરેશન 21 કલાક માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત અન્ય ફલાઈટને પણ નજીકથી મોનિટર કરવામાં આવી રહ્યું છે.

  1. ગુજરાતમાં સપ્તાહ દરમિયાન કેવું રહેશે વાતાવરણ જાણો - gujarat weather update
  2. કાળઝાળ ગરમી વચ્ચે કેવી છે યુપીની હાલત જાણો આ અહેવાલમાં - UP weather update
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.