ETV Bharat / city

Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

author img

By

Published : Mar 28, 2022, 1:47 PM IST

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે મઘ્યાહ્ન ભોજન યોજનાને લઇને મોટી જાહેરાત (Big announcement by education minister )કરી છે. મંગળવારથી અમુક મર્યાદા સાથે થઇ મધ્યાહ્ન ભોજન (Mid day meal scheme resumes) ફરી શરુ કરવામાં આવશે. વધુ વિસ્તારથી જાણવા ક્લિક કરો.

Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત
Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની પરિસ્થિતિ હવે સુધરી રહી છે અને શાળાઓ ફરીથી ઓફ લાઇન શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે 29 માર્ચથી રાજ્યની 8 મહાનગરપાલિકા અને બે પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજનની શરૂઆત (Mid day meal scheme resumes) કરવાની જાહેરાત રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Big announcement by education minister )કરી છે. જ્યારે ગાંધીનગરના બોરીજ પ્રાથમિક શાળામાંથી રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી 29 માર્ચના રોજ મધ્યાહ્ન ભોજનનો પ્રારંભ કરાવશે.

1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન આપવાનું શરુ કરાશે

2 વર્ષથી યોજના બંધ- કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. કારણકે શાળાઓ બંધ હતી. પરંતુ કોરોનાના કારણે બાળકોને મધ્યાહ્ન ભોજનના આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ ઉપરાંત અમુક ભોજન પણ ઘરે પહોંચાડવામાં આવતું હતું તેવું નિવેદન પણ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કર્યું છે. આમ હવે શાળામાંથી જ રાજ્યના વિધ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન આપવામાં (Mid day meal scheme resumes) આવશે જેથી તમામ બાળકો એકસાથે બેસીને જમે અને સમરસતાનો અને એકતાનો ભાવ ઉત્પન્ન થાય તેવું નિવેદન પણ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Big announcement by education minister )આપ્યું હતું.

આ પણ વાંચોઃ Mid day meal plan: પાટણની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન આપવા વિદ્યાર્થીઓની માગણી

1 એપ્રિલથી તમામ જગ્યાએ શરૂ - રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે 29 માર્ચથી 8 મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં મધ્યાહ્ન ભોજનની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ ગુરુવારથી એટલે કે 1 એપ્રિલના(Mid day meal scheme resumes) દિવસથી રાજ્યના તમામ કોર્પોરેશન, જિલ્લા, તાલુકા, અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાહ્ન ભોજનની શરૂઆત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તેની વાત કરવામાં આવે તો મધ્યાહ્ન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.

આ પણ વાંચોઃ Demand For Mid Day Meal : અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે

5 દિવસમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી - જીતુ વાઘાણી વધુમાં (Big announcement by education minister )જણાવ્યું હતું કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફક્ત 5 દિવસની અંદર જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તમામ કાર્યવાહી પણ પૂર્ણ થઈ છે. ત્યારે હવે 29 માર્ચથી 8 મહાનગરપાલિકા જેવી કે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં મધ્યાહ્ન યોજના શરૂ કરવામાં આવશે અને ગુરૂવાર તારીખ 1 એપ્રિલથી રાજ્યમાં મધ્યાહ્ન યોજનાની શરૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.