ETV Bharat / state

ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું

author img

By

Published : Dec 23, 2020, 6:23 AM IST

Updated : Dec 23, 2020, 12:56 PM IST

તાજેતરમાં જ કાગવડ ખાતે પાટીદાર સમાજના ભાજપ કોંગ્રેસ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. જોકે, કાગવડ ખાતે રાજકીય નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાયા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આ બેઠક સમાજલક્ષી હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ પાટીદાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણીઓની બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે, આ બેઠક બાદ હાલ નરેશ પટેલનો જુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું
ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું

  • ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક યોજાઇ
  • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો વીડિયો થયો વાઇરલ
  • વીડિયો વાઇરલ થતા રાજકારણ ગરમાયું

રાજકોટઃ તાજેતરમાં જ કાગવડ ખાતે પાટીદાર સમાજના ભાજપ કોંગ્રેસ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. જોકે, કાગવડ ખાતે રાજકીય નેતાઓ અને પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાયા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આ બેઠક સમાજલક્ષી હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ પાટીદાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણીઓની બેઠકને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે, આ બેઠક બાદ હાલ નરેશ પટેલનો જુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું

ખોડલધામ પ્રમુખનો જુનો વીડિયો થયો વાઇરલ

ખોડલધામના સર્વેસર્વા એવા નરેશ પટેલનો હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, લેઉવા પાટીદાર સમાજ વ્યવસાય ક્ષેત્રે તો ખૂબ આગળ છે. પરંતુ સરકારી નોકરી તેમજ રાજકારણની બાબતમાં ખૂબ જ થાપ ખાધી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના તમામ સભ્યોનું એક સ્વપ્ન છે કે, સરકારી નોકરીમાં ક્લાર્કથી લઇ કલેકટર સુધી, જ્યારે રાજકારણમાં સરપંચથી લઈને સાંસદ સુધી લેઉવા પાટીદાર સમાજનો વ્યક્તિ અધિકાર સાથે હોવો જોઈએ.

વીડિયો ગત વર્ષનો હોવાની હાલ ચર્ચા

ખોડલધામ ખાતે ભાજપ કોંગ્રેસ સહીતના પાટીદાર નેતાઓની બેઠક યોજાયા બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે આ વીડિયો ગત વર્ષે 2019માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS)માં તાલીમ લઈ વિદ્યાર્થીઓ પોલીસ તથા અન્ય સરકારી નોકરીમાં સફળ થયા હતા, જેના સન્માન સમારોહનું એક વર્ષ પૂર્ણ થયું હતું. તે કાર્યક્રમનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Last Updated : Dec 23, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.