ETV Bharat / state

મતદારોનો રોષ મતમાં કનવર્ટ થશે તો પરિણામ ઊંધા આવશે : લલિત વસોયા

author img

By

Published : Dec 7, 2022, 2:20 PM IST

હાલ બેઠકને લઈને ઓપીનીયન પોલ બહાર (Dhoraji assembly seat) આવી રહ્યા છે. ત્યારે ધોરાજી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ઓપીનીયન ખોટો પડશે તેવી વાત કરી છે. (Gujarat Assembly Election 2022)

મતદારોનો રોષ મતમાં કનવર્ટ થશે તો પરિણામ ઊંધા આવશે : લલિત વસોયા
મતદારોનો રોષ મતમાં કનવર્ટ થશે તો પરિણામ ઊંધા આવશે : લલિત વસોયા

રાજકોટ : ધોરાજી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર (Dhoraji assembly seat) લલિત વસોયા કે જેઓએ વર્ષ 2017માં 25 હજાર કરતા પણ વધારે લીડ મેળવી ધોરાજી વિધાનસભા પર ઈતિહાસ રચ્યો હતો. ત્યારે આ વખત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લલિત વસોયાએ વાતચીત કરી હતી. કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું હતું કે, બહાર આવી રહેલા ઓપીનીયન ખોટા પડશે. મતદારોના રોષ અને આક્રોશ અંગે વાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વિજય થશે. (Lalit Vasoya in Dhoraji)

કોંગ્રેસના લલિત વસોયાએ ઓપીનીયર પોલ ખોટા પડશે તેવું કહ્યું

શું કહ્યું કોંગ્રેસના ઉમેદવારે લલિત વસોયાએ એવું પણ જણાવ્યું હતું કે, ભાજપની બે ટીમ એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી આ (Voting in Dhoraji) બેઠક એટલે કે ધોરાજી બેઠક કોંગ્રેસ પાસેથી લેવા માટેની મહેનત કરી છે, પરંતુ આ બેઠક લેવા માટે તેમને સફળતા મળતી નથી તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. ઊલટાની તેમને આ કામગીરી નુકશાન કરશે. (Dhoraji assembly seat)

ભવિષ્યમાં કોંગ્રેસની જીત થશે જે રીતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માટેના બન્ને તબક્કાનું મતદાન (Dhoraji Opinion Poll) પૂર્ણ થયું છે, ત્યારે હાલ ઓપીનીયન બહાર આવી રહ્યા છે. જેમાં ભાજપને બહુમતી મળતી હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ બાબતે કોંગ્રેસના લલિત વસોયાએ મતદારોનો રોષ અને આક્રોશ મતપેટીમાં સ્ટોર થઇ ગયો છે અને પરિણામ આવશે, ત્યારે સત્ય હકીકત સામે આવશે તેવું જણાવીને ઓપીનીયન પોલ ખોટા પડશે તેવું જણાવ્યું છે. ભવિષ્યમાં કોંગ્રેસની જીત થશે અને સરકાર બનશે તેવી પણ વાત કરી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.