ETV Bharat / state

Controversial Comment on Shivaji  : શિવાજી પર વિવાદિત નિવેદન આપનારા સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની માગ

author img

By

Published : Feb 23, 2022, 1:34 PM IST

રાજકોટ મુંજકા ખાતે રહેતા એક શખ્સે છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ કમેન્ટ ( Controversial Comment on Shivaji) કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. તો હિન્દુ સંગઠનોએ આ શખ્સને આકરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

Controversial Comment on Shivaji  : શિવાજી પર વિવાદાસ્પદ નિવેદન, હિન્દુ સંગઠનો દ્વારા આકરી કાર્યવાહીની માંગ
Controversial Comment on Shivaji  : શિવાજી પર વિવાદાસ્પદ નિવેદન, હિન્દુ સંગઠનો દ્વારા આકરી કાર્યવાહીની માંગ

રાજકોટ: રાજકોટ મુંજકા ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનામાં રહેતા સોહિલ મોર નામના શખ્સે છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ (Controversial Comment on Shivaji) કોમેન્ટ કરી હતી. ત્યારબાદ તેના પર પોલીસ ફરિયાદ થતા પોલીસે તેની અટકાયત કરી છે. તો આ મામલે હિન્દુ સંગઠનોએ આ શખ્સ સામે આકરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનારા યુવકની જામી અરજી કોર્ટે ફગાવી

વિધર્મીની વકીલાતની સનદ રદ કરો

શિવાજી પર વિવાદાસ્પદ નિવેદન, હિન્દુ સંગઠનો દ્વારા આકરી કાર્યવાહીની માંગ

આજે વિવિધ હિન્દૂ સગઠનો રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ભેગા થયા હતા. ત્યાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે વિધર્મી આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને લઈને તેની વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરે તેમજ તેની વકીલાતની સનદ રદ કરવાની માગ કરી છે. જ્યારે આ મામલે હિન્દુ સંગઠનો (Hindu Organization Taking Comment on Shivaji) દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંગઠનોની રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

આ પણ વાંચોઃ Controversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું

આવા શખ્સને દેશમાંથી હાંકી કાઢો: કરણી સેના

સમગ્ર મામલે કરણી સેનાના પ્રમુખ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રકારે સોશિયલ મીડિયામાં (Comment on Shivaji on Social Media) હિન્દુ સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન સાંખી નહીં લેવાય, ત્યારે આવા કટ્ટરપંથી અને દેશને વફાદાર ન હોય તેવા લોકોને (Rally of Hindu Organizations in Rajkot) દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. જ્યારે આ વિધર્મી દ્વારા આવાસ યોજનામાં કવાર્ટર ભાડે આપવામાં આવ્યા છે. જે અંગેની પણ તપાસ થવી જોઈએ. તેમજ તેની વકીલાતની સનદ રદ કરવાની ઉગ્ર માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.