ETV Bharat / city

Sharad Pawar in Vadodara : વડોદરાના મરાઠીઓને પોતાની ભાષાનો ઉપયોગ કરવા જણાવ્યું

author img

By

Published : Dec 30, 2021, 7:46 PM IST

Updated : Dec 30, 2021, 8:41 PM IST

પદ્મવિભૂષણ અને NCPના સુપ્રીમો શરદ પવાર આજે વડોદરા આવ્યાં હતાં. તેઓ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત (Sharad Pawar in Vadodara) રહ્યાં હતાં. પવારે સમરજિતસિંહ ગાયકવાડની મુલાકાત પણ લીધી અને જયંત બોસ્કીની દીકરીના લગ્નમાં પણ હાજરી નોંધાવી.

Sharad Pawar in Vadodara :  વડોદરાના મરાઠીઓને પોતાની ભાષાનો ઉપયોગ કરવા જણાવ્યું
Sharad Pawar in Vadodara : વડોદરાના મરાઠીઓને પોતાની ભાષાનો ઉપયોગ કરવા જણાવ્યું

વડોદરાઃ શહેરના વાડી વિસ્તારમાં આવેલ શ્રી મલ્હાર મ્હાળસાકાત મરાઠા મંગળ કાર્યાલય ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાનું અનાવરણ (Statue of Chhatrapati Shivaji Maharaj unveiled at Vadodara 2021) કરવામાં આવ્યું હતું. જેમાં પદ્મવિભૂષણ અને NCPના સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar in Vadodara) વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

શરદ પવાર બેત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા ગુજરાતની ઉડતી મુલાકાતે આવ્યાં હતાં

મહારાજા સમરજીતસિંહ રહ્યાં હાજર

છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાના અનાવરણ (Statue of Chhatrapati Shivaji Maharaj unveiled at Vadodara 2021) પ્રસંગે શ્રી મલ્હાર મ્હાળસાકાત મરાઠા મંગળ કાર્યાલયના પ્રમુખ અને પૂર્વ મેયર રણજિત ચવાણ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, NCP સુપ્રીમો (Sharad Pawar in Vadodara) શરદ પવારના પત્ની પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી મલ્હાર મ્હાળસાકાત મરાઠા મંગળ કાર્યાલયના પ્રમુખ રણજિત ચવાણ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શરદ પવાર સાથેની યાદો વાગોળી હતી.

આ પણ વાંચોઃ Sharad Pawar visits Anand : NCPના અધ્યક્ષ શરદ પવાર બન્યા આણંદના મહેમાન લગ્ન પ્રસંગમાં આપી હાજરી

અન્ય ભાષાઓ સાથે ભેદભાવ રાખવો નહીં : શરદ પવાર

શરદ પવારે મહારાષ્ટ્રીયન સમુદાયને (Marathi voters in Vadodara) સંબોધિત કર્યો હતો. જેમાં શરદ પવારે (Sharad Pawar in Vadodara) માતૃભાષા પર ગર્વ અને ઉપયોગ કરવા જણાવ્યું હતું. તો સાથે સાથે અન્ય ભાષાઓ પ્રત્યે ભેદભાવ નહીં રાખવા આહવાન કર્યું હતું. શરદ પવારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ગાથાઓ જણાવી તેનું અનુકરણ કરવા જણાવ્યું હતું.

શરદ પવારે જયંત બોસ્કીની દીકરીના લગ્નમાં આપી હાજરી

વહેલી સવારે શરદ પવાર પોતાના ખાનગી પ્લેન મારફતે (Sharad Pawar in Vadodara) વડોદરા આવી સીધા NCPના અગ્રણી જયંત બોસ્કીની દીકરીના લગ્નમાં હાજરી આપવા વેરાખાડી પહોંચ્યા હતાં. જે બાદ વડોદરા પરત ફર્યા હતાં.

આ પણ વાંચોઃ ભાજપે કિંમત ચૂકવવી પડશે, અનિલ દેશમુખની ધરપકડ પર બોલ્યા શરદ પવાર

Last Updated :Dec 30, 2021, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.