ETV Bharat / state

જાણો...બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેતના ચિન્હો

author img

By

Published : May 15, 2021, 10:58 PM IST

Updated : May 17, 2021, 2:06 PM IST

અણધારી આવતી કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માણસ અનેક પ્રયત્નો કરી રહ્યો છે, ત્યારે ડિઝાસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાવાઝોડા સમયે અમુક સંકેતો દર્શાવતા સિગ્નલ બંદર પર લગાવવામાં આવે છે. આ દરેક સિગ્નલોનું મહત્વ જાણવા માટે વાંચો ETV Bharatનો અહેવાલ.

.બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેતના ચિન્હો
.બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેતના ચિન્હો

  • કુદરતી આફતે સમયે અપાઈ છે સિગ્નલ
  • 11 જેટલા સિગ્નલ અનેક સાવચેતીની સૂચના આપે છે
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે છે સિગ્નલ

પોરબંદરઃ ગુજરાતમાં અત્યારે તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છેસ, ત્યારે ગુજરાતના બંદરોમાં 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ તમામ સિગ્નલનું પોતાનું આગવું મહત્વ રહેલું છે.

આ પણ વાંચોઃ એ ગરોળી જેના પરથી વાવાઝોડાને 'તૌકતે' નામ મળ્યું…

વાવાઝોડા સમયે 1થી 11 સિગ્નલ બંદર પર લગાવી શકાય

એક સમય હતો તે સમયે લોકો કુદરતી આફતથી બચવા કરતા અને ભાગતા હતા. અનેક લોકો આ આફતનો સામનો કરી શકતા નહોતા, પરંતુ હવે ટેક્નોલોજીના ઉપયોગથી માણસ અગાઉથી જ કુદરતી આફતનું અનુમાન લગાવી શકે છે અને લોકોને સતર્ક કરી શકે છે. આપદા વ્યવસ્થાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ સમયે બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવે છે.

warning
.બંદર ઉપર વાવાઝોડાની સ્થિતિ સમયની સંકેતના ચિન્હો
  • 1 નંબરનું સિગ્નલ તોફાન અથવા વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે
  • 2 નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે
  • 3 નંબરનું સિગ્નલ સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે એવું દર્શાવે છે
  • 4 નંબરનું સિગ્નલ દર્શાવે સ્થાનિક મોસમ ખરાબ હોવાના કારણે બંદરને ચેતાવણી આપે અને દરિયાનું વાવાઝોડુ બંદરને અસર કરી શકે
  • 5 નંબરનું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરમાં ભારે હવાનો સંભવ છે.
  • 6 નંબર (ભય)નું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરમાં ભારે હવાનો અનુભવ છે.
  • 7 નંબર (ભય)નું સિગ્નલ પાતળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અને બંદર ઉપર થઈને પસાર થવાનું સંભવ છે. જેમાંથી બંદરે ભારે તોફાની હવાનો સામનો કરવો પડે.
  • 8 નંબરનું સિગ્નલ (મહા ભય) ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો ભય સંભવ છે. જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે.
  • 9 નંબર (મહાભય)નું સિગ્નલ ભારે જોડવાનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. જેથી બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે. બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે.
  • 10. નંબરનું સિગ્નલ (મહા ભય ) ભારે જોર વાયુ વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
  • 11 હવામાન વિભાગ સાથેનો સંપર્ક તુટે. ખરાબ હવામાનનો ભય

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સમયે બંદર ઉપર સાયરન પણ વગાડવામાં આવે છે

Last Updated : May 17, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.