ETV Bharat / state

JCI દ્વારા કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ

author img

By

Published : May 24, 2021, 1:02 PM IST

કોરોના મહામારીનો ભોગ બનેલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે આ દર્દીઓ ખૂબ ભયભીત બની જાય છે. તેથી સંગીતના માધ્યમથી આ દર્દીઓનો ભય દૂર કરવા JCI પોરબંદર દ્વારા કોવિડ સેન્ટરમાં ગીત સંગીત અને ગરબાનો એક એનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ
કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ

  • રોગનું બિહામણું ચિત્ર દૂર કરવા કાઉન્સેલિંગ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો
  • કાઉન્સેલિંગ સેવાની દર્દીઓમાં ખૂબ સારી અસર જોવા મળી રહી
  • દર્દીનું દર્દ ઓછું કરવા ગીત-સંગીત અને ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

પોરબંદર : JCI પ્લસ દ્વારા કોરોનાના હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાઓના મગજમાંથી આ રોગનું બિહામણું ચિત્ર દૂર કરવા કાઉન્સેલિંગ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાઉન્સેલિંગ સેવાની દર્દીઓમાં ખૂબ સારી અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારે વનાણા અને સાંદિપની નજીક આવેલા આત્મા કોવિડ સેન્ટર ખાતે સારવાર લેતા દર્દીઓ સાથે પરિવાર અને પર્વ જેવો માહોલ ઉભો કરીને દર્દીનું દર્દ ઓછું કરવા ગીત-સંગીત અને ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ડિઝની વર્લ્ડનાં મિકી અને મિની માઉસ કોરોના દર્દીઓને મળવા પહોંચ્યા

પૂર્વ મંજૂરી અને માર્ગદર્શન હેઠળ બન્ને કોવિડ કેર સેન્ટરોમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુંઆ કાર્યક્રમમાં જેનિષ ગાજરાએ સુંદર ગીતો રજૂ કરીને દર્દીઓ અને તેમના સગા તથા મેડિકલ સ્ટાફને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. નોડલ ઓફિસર ડૉ. સીમાબેન પોપટીયાની પૂર્વ મંજૂરી અને માર્ગદર્શન હેઠળ બન્ને કોવિડ કેર સેન્ટરોમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દર્દીઓ પોતાનું દર્દ ભૂલી સંગીતના તાલે ડોલી ઉઠ્યા હતા. આ ઉપરાંત દર્દીઓની સાથે મેડિકલ સ્ટાફ પણ પોતાની જાતને ગરબે રમતા રોકી શક્યા નહોતા.

આ પણ વાંચો : નવસારીમાં કોરોના દર્દીઓના મનોરંજન માટે કોવિડ સ્ટાફ PPE કીટ પહેરી ગરબે ઘૂમ્યો

JCI પોરબંદર અને કાઉન્સેલિંગ ટીમનો આભાર માન્યો
કામના ભારણથી થાકેલા મેડિકલ સ્ટાફ અને દર્દથી થાકેલા દર્દીઓએ આ કાર્યક્રમના માધ્યમથી તનાવ મુક્ત થતાં JCI પોરબંદર અને કાઉન્સેલિંગ ટીમનો આભાર માન્યો હતો. JCI દ્વારા આયોજિત આ સંગીત કાર્યક્રમને સફળ બનાવવા શિવાની સામાણી, પાર્થ લોઢિયા, જેનિષ ગાજરા અને વિરાજ સામાણીને જહેમત ઉઠાવવા બદલ JCI પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ હાર્દિક મોનાણી અને સેક્રેટરી રોનક દાસાણીએ અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.