ETV Bharat / state

ભોદ ગામની પરણિતાને રાણાવાવ 108ની ટીમે એમ્બૂલનસમાં જ નોર્મલ ડિલેવરી કરાવી

author img

By

Published : May 24, 2021, 11:48 AM IST

પોરબંદરના ભોદ ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ મહિલાને વધુ દુ:ખાવો ઉપડતા 108 ઍમ્બૂલનસના E.M.T આરતી જાડેજાએ એમ્બૂલનસને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.

108ની ટીમે એમ્બૂલનસમાં જ નોર્મલ ડિલેવરી કરાવી
108ની ટીમે એમ્બૂલનસમાં જ નોર્મલ ડિલેવરી કરાવી

  • મહિલાને વધુ દુ:ખાવો ઉપડતા 108 રોકાવી પડી
  • પ્રસુતિ 108માં જ કરાવવાની નોબત સર્જાઈ હતી
  • 108 ઇમર્જન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ

પોરબંદર : ગુજરાત સરકાર 108 ઇમર્જન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે. જેનો વધુ એક કિસ્સો આજે સામે આવ્યો હતો. મળતી માહિતિ અનુસાર, રવિવારે 23/05/2021 બપોરે 12:45 કલાકે પોરબંદર જિલ્લાના ભોદ ગામમા રહેતા અશ્વિની બેન અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : પોરબંદરમાં વાવાઝોડાની અસર વચ્ચે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી મહિલાની પ્રસૂતિ

દુ:ખાવો વધુ ઉપડતા તેઓની પ્રસુતિ 108માં જ કરાવવા પડી

જેથી108 એમ્યૂલન્સનો સંપર્ક કરતા રાણાવાવ ગામના 108ના કર્મીઓ તાબડતોબ ભોદ ગામે પહોચી ગયા હતા. સારવાર માટે M. R. ledy સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. તે દરમિયાન વધુ દુ:ખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108માં જ કરાવવાની નોબત સર્જાઈ હતી.

આ પણ વાંચો : ડાંગ આહવાના ગાઠવિહીર ગામનાં મહિલાની સફળ પ્રસુતિ કરાવતી 108ની ટીમ

પુત્રીને બેબીકેર માટે M. R. ledy હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

108 એમ્બૂલન્સના E.M.T આરતી અને પાયલોટ જેઠાભાઈએ એમ્બૂલનસ ભોદ ગામના માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવ્યો હતો. પુત્રીને બેબીકેર માટે હોસ્પિટલ M. R. ledy પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.