ETV Bharat / state

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓનું સન્માન કરાયુ

author img

By

Published : Jun 7, 2021, 11:37 AM IST

કોરોના મહામારીની બીજી લહેરના કપરા કાળમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓ દ્વારા પત્રકારત્વધર્મ જીવના જોખમે બજાવીને માનવતાનું ખુબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકારોને શાલ ઓઢાડી સન્માન પત્ર પાઠવી સન્માનિત કરાયા હતાં.

લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓનું સન્માન કરાયુ
લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓનું સન્માન કરાયુ

  • મીડિયા કર્મીઓએ પોતાનો પત્રકારત્વનો ધર્મ જીવન જોખમે બજાવ્યો
  • કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડીયાએ પત્રકારોને કામગીરી બદલ બિરદાવ્યા
  • મીડિયાએ પ્રજા સુધી અવાજને પહોચાડવા અને તંત્રને જગાડવા સહયોગ પૂરો પાડ્યો

પોરબંદર : જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મે અને મારી ટીમ દ્વારા પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે જયારે જયારે લોકશાહી ઢબે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે ત્યારે અમારા આ અવાજને મીડિયા કર્મીઓ દ્વારા અખબાર, ન્યુઝ ચેનલ, વેબ પોર્ટલના માધ્યમથી પ્રજા સુધી આ અવાજને પહોચાડવા અને તંત્રને જગાડવા ખુબ મોટો સહયોગ પૂરો પાડ્યો છે.

આ પણ વાંચો : HNGUના પત્રકારત્વ વિભાગ દ્વારા ‘સોશિયલ મીડિયા આશિર્વાદ કે અભિશાપ?’ વિષય પર વેબિનાર યોજાયો

સાલ ઓઢાડીને સન્માન પત્ર આપીને મીડિયા કર્મીઓની કામગીરીને બિરદાવી

લોકોના જીવ બચાવામાં અમારી ખુબ મદદ કરી છે. આ ઉમદા કામગીરીને બિરદાવા માટે આજે મીડિયા કર્મીઓ સાથે જમણવારનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જમણવાર પછી સાલ ઓઢાડીને સન્માન પત્ર આપીને મીડિયા કર્મીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદરના પત્રકારોનું સન્માન કર્યું હતું.

આ પણ વાંચો : પુલિત્ઝર ઇનામ: રાષ્ટ્રવાદ અને પત્રકારત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.