ETV Bharat / state

બેટમાં ફેરવાયું ઘેડ, ખેતર બન્યા તળાવ, જુઓ પંથકનો ડ્રોન વીડિયો

author img

By

Published : Jul 15, 2022, 10:20 PM IST

Updated : Jul 16, 2022, 7:44 PM IST

બેટમાં ફેરવાયું ઘેડ, ખેતર બન્યા તળાવ, જુઓ પંથકનો ડ્રોન વીડિયો
બેટમાં ફેરવાયું ઘેડ ખેતર બન્યા તળાવ, જુઓ પંથકનો ડ્રોન વીડિયો

છેલ્લા બે દિવસથી જુનાગઢ અને પોરબંદર વિસ્તારનો ઘેડ પંથક પૂરના પાણીથી (Massive Waterlogged in Ghed) લબાલબ ભરાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘેડની પ્રજાનુંજનજીવન અસ્તવ્યસ્ત (Rainfall Affected area) થઈ રહ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુથી લઈને તબીબી સુવિધા મેળવવા લોકોને અનેક (Lack of Basic Needs) મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિની વચ્ચે પણ ઘેડ સરકારી સહાય તરફ મીટ માડીને જોતુ જોવા મળે છે

જૂનાગઢઃ ગુજરાતની જેમ સૌરાષ્ટ્રમાં પણ સતત અને સખત વરસાદને કારણે જનજીવનને માઠી (Massive Waterlogged in Ghed) અસર પહોંચી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં (Rainfall Affected area) ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે પાકનો સર્વનાશ થઈ ગયો છે. જોકે, સારા પાકની આશાએ બેઠેલા ખેડૂતને ધોવાણનો માર પડી રહ્યો છે. આવી સ્થિતિ છે પોરબંદર ઘેડ પંથકમાં રહેતા ખેડૂતોને. જેઓ તંત્ર સામે સવાલ તો કરે છે પણ પૂરતા વિકલ્પોના અભાવે (Lack of Basic Needs) આર્થિક માર પર વેઠી રહ્યા છે.

આ પણ વાંચોઃ Necklace of forest goddess : વનદેવીનો નેકલેસ ચોમાસાની ઋતુમાં વેરી રહ્યો છે અનોખું સૌંદર્ય

સર્વત્ર જળાશયઃ જુનાગઢ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર બે દિવસથી સતત જળબંબાકાર બની રહ્યો છે. જેમાં પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિપરીત ભર્યા સમય માંથી પસાર થઈ રહ્યા છે. ઘેડના ગામોમાં 48 કલાક પછી પાંચ ફૂટ કરતાં વધુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને કારણે ઘેડનું જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળે છે. ઘેડ ના 50 કરતાં વધુ ગામોમાં જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદ અને પૂરનું પાણી જોવા મળી રહ્યું છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે ઘેડના ગામડાઓમાં રહેતા લોકો પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાસી ગયા છે.

જળમગ્ન સામે તંત્ર મૌનઃ લોકોને ભોજન અને તબીબી સુવિધાઓને લઈને પણ મુશ્કેલી સર્જાય છે. ઘેડના ગામોમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ છે. મોટાભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જે ગામમાં અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ છે તેવા ગામોમાં પણ ચાર ફૂટ કરતા વધુ પાણી માર્ગો પર ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને કારણે ઘેડનું જનજીવન ભોજનથી લઈને આકસ્મિક સંજોગોમાં ઉભી થયેલી તબીબી સુવિધાઓ મેળવવા માટે પણ ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. માર્ગો પર જાણે કે નદી વહેતી હોય એવું ચિત્ર છે.

આ પણ વાંચોઃ Heavy Rain in Surat : બારડોલી તાલુકાના આ 10 રસ્તાઓ છઠ્ઠા દિવસે પણ બંધ

આકાશી દ્રશ્યો પણ ચિંતાજનકઃ આ ચિંતાજનક નજારો ડ્રોનના માધ્યમથી જોઈ શકાય છે. કેટલી હદે પુરનું પાણી ઘેડ વિસ્તારમાં પાણી આફત બનીને ફરી રહ્યું છે. તે આ ડ્રોનના દ્રશ્યો મારફતે જોઈ શકાય છે કે, આફતનો આ સમય ચોક્કસ ચિંતા અને મુશ્કેલીને વધારવાનો છે. કારણ કે, આ સમગ્ર વિસ્તારમાં કોઈ પ્રકારની સહાય પહોંચી નથી. ડ્રોન કેમેરા ના દ્રશ્યો જોતા જ પ્રથમ નજરે ઘેડની પરિસ્થિતિ આજના દિવસે શું હશે તેની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે ત્યારે ઘેડ વિસ્તાર જાણે ટાપુ બની ગયો હોય એવી હાલાકી સામે લોકોની હૈયાવરાળ સમજી શકાય એવી છે.

Last Updated :Jul 16, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.