ETV Bharat / state

Madhavpur Fair 2022 : રાષ્ટ્રપતિ કોવિંદ રવિવારે માધવપુર મેળાનું કરશે ઉદ્ઘાટન, મેળા માટે કરાયું વિશેષ આયોજન

author img

By

Published : Apr 9, 2022, 5:21 PM IST

Madhavpur Fair 2022 : આવતી કાલે સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિ માધવપુર મેળાનું કરશે ઉદ્દઘાટન
Madhavpur Fair 2022 : આવતી કાલે સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિ માધવપુર મેળાનું કરશે ઉદ્દઘાટન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે માધવપુરના મેળાનું (Madhavpur Fair 2022) ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે પોરબંદરમાં મેળા અંગેની તૈયારી પૂરજોશમાં ચાલી (Madhavpur Mela 2022) રહી છે.

પોરબંદર : પોરબંદરમાં આવતીકાલે માધવપુર મેળાનું (Madhavpur Fair 2022) આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજરોજ પોરબંદર જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, આવતી કાલે માધવપુર મેળાનું ઉદઘાટન સાંજે 6 કલાકે મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે થવાનું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સાથે સાથે સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગ મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યપ્રધાન પ્રતિમા ભૌમિક, ગુજરાત ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, અરવિંદ રયાણી તેમજ રાષ્ટ્રપતિના પત્ની સવિતા દેવી (Madhavpur Mela 2022) કોવિંદ ઉપસ્થિત રહેશે.

આવતી કાલે સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિ માધવપુર મેળાનું કરશે ઉદ્દઘાટન

આ પણ વાંચો : Madhavpur Fair 2022: માધવપુર મેળા માટે તૈયારી પૂરજોશમાં, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે - આ કાર્યક્રમમાં 10મી એપ્રિલે સવારે 6 થી 8 કલાક માધવપુરની શેરીમાં વિપુલ ત્રિવેદી દ્વારા પ્રભાતિયા તથા સાંજે 7 કલાકે મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે માધવપુરના મેળાનું ઉદ્ઘાટન (President inaugurated Madhavpur Fair) થશે. પ્રસિદ્ધ કલાકાર પાર્થિવ ગોહિલ ગુજરાતી જલસો નામનો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ ના કલાકારો ચૅટિંગ લામા ઓફ અરુણાચલ પ્રદેશ, ઈદુ મિયામી પ્રાદેશિક નૃત્ય રજૂ કરશે. ત્યારબાદ ક્ષત્રિય નૃત્ય (રુકમણી હરણ પ્રસંગ) આસામના કલાકારો રજૂ કરશે. ત્યારબાદ મણિપુરના કલાકારો મણિપુરી (Program at Madhavpur Fair) રાસ રજૂ કરશે. અને છેલ્લે તમામ કલાકારો ફિનાલે રજૂ કરશે.

આ પણ વાંચો : Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ

મેળા માટે વિશેષ આયોજન - જિલ્લાના માધવપુર ઘેડમાં (Madhavpur Fair 2022) ભગવાન શ્રીકૃષ્ણનો વિવાહ પ્રસંગ (Shri Krishna Rukmini wedding occasion) યોજાય છે. પરંપરાગત માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના સાંસ્કૃતિક સમન્વય વિશેષ કાર્યક્રમો યોજાશે. રાજ્યો અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજાનારા આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind in Madhavpur Fair) અને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહેમાન તરીકે પધારવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધવપુર ઘેડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.