ETV Bharat / state

Madhavpur Fair 2022: માધવપુર મેળા માટે તૈયારી પૂરજોશમાં, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

author img

By

Published : Apr 8, 2022, 9:35 AM IST

Madhavpur Fair 2022: માધવપુર મેળા માટે તૈયારી પૂરજોશમાં, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત
Madhavpur Fair 2022: માધવપુર મેળા માટે તૈયારી પૂરજોશમાં, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

પોરબંદરમાં માધવપુર ઘેડના મેળામાં (Madhavpur Fair 2022) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશેષ ઉપસ્થિત (President Ramnath Kovind in Madhavpur Fair) રહેશે. ત્યારે પોરબંદરમાં મેળા અંગેની તૈયારી પૂરજોશમાં ચાલી (Preparations for the fair in Porbandar) રહી છે.

પોરબંદર માધવપુર ઘેડના મેળા (Madhavpur Fair 2022) માટે તંત્ર પૂરજોશમાં તૈયારી (Preparations for the fair in Porbandar) કરી રહ્યું છે. અહીં માર્ગ અને સફાઈ, રોશની, સુશોભન સહિતની કામગીરી ચાલી રહી છે. જ્યારે મુખ્ય કાર્યક્રમના સ્થળે મેળા ગ્રાઉન્ડમાં વિશેષ વ્યવસ્થા કરવામાં (Preparations for the fair in Porbandar) આવી રહી છે. આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશેષ ઉપસ્થિત (President Ramnath Kovind in Madhavpur Fair) રહેશે.

મેળા માટે વિશેષ આયોજન
મેળા માટે વિશેષ આયોજન
મેળા માટે વિશેષ આયોજન
મેળા માટે વિશેષ આયોજન

આ પણ વાંચો- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ

મેળા માટે વિશેષ આયોજન - જિલ્લાના માધવપુર ઘેડમાં (Madhavpur Fair 2022) ભગવાન શ્રીકૃષ્ણનો વિવાહ પ્રસંગ (Shrikrishna Rukmini wedding occasion) યોજાય છે. પરંપરાગત માધવપુરના મેળામાં ઉત્તરપૂર્વના રાજ્યો અને ગુજરાતના સાંસ્કૃતિક સમન્વયના વિશેષ કાર્યક્રમો યોજાશે. રાજ્યો અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજાનારા આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind in Madhavpur Fair) અને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહેમાન તરીકે પધારવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધવપુર ઘેડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

માધવપુર મેળામાં યોજાશે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીનો વિવાહ પ્રસંગ
માધવપુર મેળામાં યોજાશે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીનો વિવાહ પ્રસંગ
મેળા માટેની તૈયારી પૂરજોશમાં
મેળા માટેની તૈયારી પૂરજોશમાં

આ પણ વાંચો- માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ માધવરાજીના નિજ મંદિરમાં સાદાઈથી કરવામાં આવ્યા

પોલીસ વિભાગ કરી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થાની તૈયારી - માધવપુર ઘેડના મેળા ગ્રાઉન્ડ ખાતે (Madhavpur Fair 2022) મુખ્ય સ્ટેજ કાર્યક્રમ તેમ જ સ્ટોલ નિદર્શન સહિતની તૈયારીઓ ગુજરાત પ્રવાસન નિગમ તેમ જ સાંસ્કૃતિક વિભાગ અને સ્થાનિક તંત્રના સંકલનથી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ પણ બંદોબસ્ત, પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી રહ્યું છે. જૂનાગઢના રેન્જ IG મનિન્દર સિંઘ પવાર તેમ જ જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.