ETV Bharat / state

મોઢવાડા ગામમાં કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ

author img

By

Published : May 11, 2021, 11:56 AM IST

પોરબંદરના મોઢવાડા ગામમાં કોવિડ સેન્ટ બનાવવામાં આવ્યું છે. પંરતુ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડે તો મુશ્કેલીઓ પડે છે. મોઢવાડા ગામેથી પોરબંદર સુધી દર્દીને લઈ જવા પડે છે.

કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ
કોવિડ સેન્ટરમાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો અભાવ

  • જિલ્લામાં 160 કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા
  • કોવિડ સેન્ટરોમાં માત્ર પ્રાથમિક સુવિધા જ છે
  • ઇમરજન્સીમાં મોઢવાડા ગામેથી પોરબંદર સુધી દર્દીને લઈ જવા પડે

પોરબંદર : કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે સરકાર દ્વારા ગામડાઓમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં 160 કોવિડ સેન્ટર બનાવાયા છે. જેમાં કોરોનાના લક્ષણો જણાતા અને પોઝિટિવ આવતા દર્દીઓને માત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. પંરતુ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડે તો મુશ્કેલીઓ પડે છે. મોઢવાડા ગામેથી પોરબંદર સુધી દર્દીને લઈ જવા પડે છે.
આ પણ વાંચો : ગોરખપુરની એઇમ્સમાં 30 બેડનો કોવિડ વોર્ડ શરૂ કરાશે
દર્દીઓ મોઢવાડા PHC સેન્ટરમાં સારવાર અર્થે આવે
મોઢવાડા ગામની કુલ વસ્તી 6,000 જેટલી છે. જ્યારે આ મોઢવાડા ગામ નજીક અનેક ગામડાઓ પણ આવેલા છે. જયા દર્દીઓ મોઢવાડા PHC સેન્ટરમાં સારવાર અર્થે આવે છે. PHC સેન્ટરમાં 7 બેડ છે. પંરતુ એક જ ઓક્સિજન હોવાના લીધે દર્દીઓની સંખ્યા વધી જાય અને ઇમરજન્સી સમયે મુશ્કેલીઓ સર્જાય છે.

આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી

ઓક્સિજનની અછત અને વેન્ટિલેટરના અભાવના કારણે દર્દીઓને મુશ્કેલીઓ સર્જાય

મોઢવાડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરાયું છે. ત્યારે અહીં 2 તબીબો પણ ઉત્તમ સારવાર આપી રહ્યા છે. પરંતુ ઓક્સિજનની અછત અને વેન્ટિલેટરના અભાવના કારણે દર્દીઓને મુશ્કેલીઓ સર્જાય છે અને પોરબંદર સુધી લઈ જવાની ફરજ પડે છે. જો તંત્ર દ્વારા અહીં ઓક્સિજન બાટલા પૂરતા પ્રમાણમાં અને વેન્ટીલેટર આપવામાં આવે તો પૂરતી સારવાર મળી રહે અને દર્દીને પોરબંદર સુધી ન લઈ જવા પડે તેમ સરપંચ જયમલ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.