ETV Bharat / state

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 25 લાખની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને આપી

author img

By

Published : May 9, 2021, 10:02 AM IST

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા થોડા દિવસ પહેલા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટ કોવિડ માટે વાપરી શકશે તેવી જાહેરાત કરી હતી. જેને ધ્યાને લઇને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 25 લાખની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને આપી છે.

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા

  • ધારાસભ્ય કાંધલ જાડેજાએ જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો
  • વર્ષ 20-21ની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને આપવા ભલામણ કરી
  • ઓક્સિજન સિલિન્ડર, હ્યુમીડિફાયરકીટ સહિતના સાધનોની ખરીદી કરાશે


પોરબંદર : કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની આ ભલામણને ધ્યાનમાં રાખીને આયોજન મંડળે આ અંગેની દરખાસ્ત પણ મોકલી છે .પોરબંદર શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. ત્યારે ઓક્સિજન સિલિન્ડર, હ્યુમીડિફાયરકીટ સહિતના સાધનોની જરૂરિયાત ઉભી થઇ છે.

જિલ્લા આરોગ્ય અધિકારીને લખેલો પત્ર
જિલ્લા આરોગ્ય અધિકારીને લખેલો પત્ર

આ પણ વાંચો : જૂનાગઢના ધારાસભ્યએ કોરોના સામેની લડાઈમાં દસ લાખ ગ્રાન્ટ ફાળવી

25 લાખ રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવવામાં ભલામણ કરી

આ સમયે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ જિલ્લા આયોજન અધિકારીને એક પત્ર પાઠવી વર્ષ 20-21ની ગ્રાન્ટમાંથી કોરોનાને અનુલક્ષીને તેમજ અન્ય આરોગ્ય સેવાના હેતુસર વસ્તુની ખરીદી કરવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવવામાં ભલામણ કરી છે.
આ પણ વાંચો : મહેસાણા સાંસદની ગ્રાન્ટમાંથી કોવિડ-19 ફંડ માટે રૂપિયા 24.67 લાખની મંજૂરી
વિવિધ સાધનો ખરીદી કરવાની ધારાસભ્યે ભલામણ કરી
ગ્રાન્ટમાંથી ઓક્સિજન જમ્બો સિલિન્ડર 15, ઓક્સિજન સિલિન્ડર ટ્રોલો જમ્બો 15, ઓક્સિજન ફ્લોમિટર 10, ઓક્સિજન કન્સેટ્રેટેર 20, આઇવી સ્ટેન્ડ 15, ઓક્સિજન માસ્ક એડલ્ટ 1,000, નોઝલ પ્રૉગ્રેસ વિથ કેંડ્યુલા 50, એન આર બી એમ માસ્ક 50, બેડ 12, સ્ટ્રેચર 4, વહીલચેર 4, નેબ્યુલઈઝર મશિન 1ની ખરીદી કરવા આ ભલામણમાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં આ મેડિકલ સાધનોની ખરીદી કરવામાં આવશે.

જિલ્લા આયોજન અધિકરીને લખેલો પત્ર
જિલ્લા આયોજન અધિકરીને લખેલો પત્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.