ETV Bharat / state

Incident of double murder in Porbandar:પોરબંદરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

author img

By

Published : Jan 15, 2022, 5:33 PM IST

Updated : Jan 15, 2022, 9:58 PM IST

પોરબંદરમાં મકરસંક્રાંતિના દિવસે બે કાર અથડાઈ હતી. જેમાં બન્ને કાર ચાલકોએ સામસામે બોલાચાલી કરતા ટોળું ભેગું થઇ ગયું હતું અને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક વ્યક્તિ એ ફાયરિંગ કરતા બે લોકોના મોત (Incident of double murder in Porbandar )થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી બે ઘાયલોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે( Porbandar city police )ત્રણની આરોપી અટકાયત કરી આગળ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

Incident of double murder in Porbandar:પોરબંદરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત
Incident of double murder in Porbandar:પોરબંદરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

પોરબંદર: પોરબંદરમાં મકરસંક્રાંતિની સાંજે વીરભનુની ખામ્ભી પાસે બે કાર અથડાઈ હતી જેમાં બન્ને કાર ચાલકો એ સામસામે બોલાચાલી કરતા ટોળું ભેગું થઇ ગયું હતું અને બે જૂથ વચ્ચે મારામારી થઈ(Clashes between two groups in Porbandar ) હતી, જેમાં એક વ્યક્તિ એ ફાયરિંગ કરતા બે લોકોના મોત(Murder incident in Porbandar ) થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી બે ઘાયલોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં પાલિકાની ચૂંટણીનું મનદુઃખ કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે મૃતકનાભાઈ એ ભાજપના ધારાસભ્ય સભ્ય અને તેના પુત્ર વિરુધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

Incident of double murder in Porbandar

કાર અથડાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ

પોરબંદરમાં મકરસંક્રાંતિના દિવસે કાર અથડાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ(Clashes between two groups in Porbandar) થઈ હતી. આ બન્ને જૂથમાં કોઈએ પાંચ થી છ રાઉન્ડ ફાયરિંગ કરતા રાજ પરબત કેશવાલા બે લોકોના મોત નિપજ્યા હતા. જયારે વનરાજ પરબત કેશવાલા (ઉ 37 ઈન્દીરાનગર ) તથા પ્રકાશ માવજી જુંગી (ઉ 40,રહે રાવલિયા પ્લોટ ) ને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાથી એકને રાજકોટ અને બીજાને જામનગર ખાતે ખસેડાયા હતા, જ્યારે વનરાજ કેશવાલા એ ભાજપના ધારાસભ્ય સભ્ય અને તેના પુત્ર સહિત 11 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

બન્ને જૂથ વચ્ચે પાલિકાની ચુંટણી બાબતે હતું મનદુઃખ

પોરબંદરમાં બનેલ ડબલ મર્ડરના બનાવમાં(Violent clash between two groups in Porbandar) પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી વનરાજ કેશવાલા એ ભાજપના ધારાસભ્ય સભ્ય ભીમા ઓડેદરાનો પુત્ર નિલેશ ઓડેદરા પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખી મૃતક રાજ કેશવાલાને અવાર નવાર ઝઘડો કરતો અને તે બાબતે મનદુખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયાર રીવોલ્વર પીસ્તોલ તથા તલવાર તથા બેઝબોલના ધોકા જેવા હથિયાર લઇ આરોપીએ સ્કોર્પિયો કાર ફરિયાદી વનરાજની નંબર GJ 01 HZ 1111 સાથે વિર ભનુની ખામ્ભી પાસે અથડાવી હતી.

આ પણ વાંચોઃ Surat Boat incident: સુુરતમાં આમલીડેમમાં નાવ પલટવાથી સાતના મોત

ત્રણની આરોપી અટકાયત કરી

આ ઘટના બાદ રિવોલ્વર પિસ્તોલ તથા બેઝબોલના ધોકા વડે વનરાજ કેશવાલાને અને મૃતક રાજ કેશવાલા તથાસ વનરાજના મિત્ર મૃતક કલ્પેશ ભૂતિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વનરાજને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાની હત્યા નિપજાવ્યાનો ગુનો નોધાયો છે. આ 11 શખ્સોમાં ભાજપના ધારાસભ્ય સભ્ય ભીમા ઓડેદરા અને તેના પુત્ર નિલેશ ઓડેદરા, હાજા લખમણ ઓડેદરા ( ઇન્દિરા નગર), અરભમ લખમણ ઓડેદરા (ઇન્દિરા નગર),ભના નેભાભાઈ ઓડેદરા ( પોરબંદર), રામભાઈ સુખદેણ (પોરબંદર), સંજય પોલા રબારી, પોલા રબારી (પોરબંદર) , રામા રૈયા રબારી (ઇન્દિરા નગર), હિતેશ રામા ( હાજાનો ભત્રીજો) તથા મેરામણનો છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે ત્રણની આરોપી અટકાયત કરી આગળ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat BJP Leaders Corona Positive: રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા અને ભાજપ અગ્રણી વજુભાઈ વાળા કોરોના પોઝિટિવ

Last Updated : Jan 15, 2022, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.