સુરત: માંડવીના દેવગીરીના આમલીડેમમાં (Surat Amlidem Incident) 11 તારીખના નાવડીમાં 10 જેટલા શ્રમિકો સવાર હતા. તે દરમિયાન ભારે પવન ફુંકાતા નાવડી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ નાવ સાથે દસેય શ્રમિકો પણ ડુભી (Surat Boat incident) ગયા હતા. જેમાંથી 3 શ્રમિકો તરીને કિનારે પહોંચી ગયા હતા જ્યારે બાકી વધેલા મૃતદેહને શોધવા ફાયર વિભાગની ટીમને પરસેવો વળી ગયો હતો.
ઘટનાના 4 દિવસ બાદ ત્રણ મૃતદેહ મળ્યા
નાવડી પલટી જવાની ઘટનાના 4 દિવસ બાદ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારે વધુ એક શ્રમિકના મૃતદેહની શોધખોળ શરૂ છે. સ્થાનિક ફાયર વિભાગની ટીમને બે મૃતદેહતો સરળતાથી મળી ગયા હતા, જ્યારે અન્ય પાંચ મૃતદેહ શોધવામાં આકરી મેહનત કરવી પડી હતી.
માંડવીના સાંસદ, MLAએ માંગી હતી સરકાર પાસે NDRFની મદદ
સ્થાનિક ફાયર વિભાગને મૃતદેહ ન મળી આવતા માંડવીના સાંસદ પ્રભુ વસાવાઅને પૂર્વ પ્રધાન ગણપત વસાવા અને માંડવીના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા સરકારને મૃતદેહ શોધવા NDRF અને SDRFની મદદ (NDRF and SDRF Team) મળે એ માટે રજુઆત કરવામાં આવી હતી. આ સંજોગોમાં સરકાર દ્વારા તાત્કાલિક બન્ને ટીમોને કામે લગાવી દીધી હતી. આ સાથે ગઇકાલે (શુક્રવાર) એક મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત આજે શનિવારની સવારે વધુ ત્રણ મૃતદેહ શોધી કાઢ્યા છે, ત્યારે હાલ હજુ એક મુતદેહની તપાસ ચાલુ છે.
મૃતક શ્રમિકોના નામ
પુનિયા નગરિયા
મગન નગરિયા
મીરા દેબા
રાલુ મીરા
રાયકુ મગન
દેવની પુનિયા
ગિમલી રામસિંગ
મૃતક શ્રમિકોના પરિવારોને વળતર આપવા કોંગ્રેસે કરી CMને રજૂઆત
માંડવી કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સમગ્ર ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે રાજ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી કે પાણીમાં ડૂબી જવાને લીધે જે લોકોના મોત થયા છે, તે લોકોના પરિવારજનોને સહાય ચૂકવાની રાજ્ય સરકારની નીતિ છે, તેના ભાગરૂપે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને પણ સહાય ચૂકવવી અત્યંત જરૂરી છે. જેથી ગરીબ આદિવાસીઓના હિતમાં નિર્ણય લઈને સરકાર સત્વરે સહાય આપે એવી ભલામણ સાથે વિનંતી કરી હતી.
આ પણ વાંચો:
અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પર થયું ફાયરિંગ
Cannabis seized from Morbi: વાંકાનેર નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા