ETV Bharat / state

Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત

author img

By

Published : Jan 15, 2022, 8:26 AM IST

Updated : Jan 15, 2022, 9:38 AM IST

પોરબંદરમાં (Murder In Porbandar) મકરસંક્રાંતિની સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા બે લોકોના મોત (Two people killed in firing) નિપજ્યા હતા.

Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત
Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત

પોરબંદર: પોરબંદરમાં (Murder In Porbandar) મકરસંક્રાંતિની સાંજે વીર ભનુંની ખામ્ભી પાસે બે કાર અથડાઈ હતી જેમાં બન્ને કાર ચાલકો વચ્ચે સામસામે બોલાચાલી થતા બે જૂથ વચ્ચે મારામારી (Fights between two groups) થઈ હતી, જેમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા બે લોકોના મોત (Two people killed in firing) નિપજ્યા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીની પોલીસે અટકાયત કરી હતી.

Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત

બે જૂથ વચ્ચે અથડામણ

પોરબંદરમાં મકરસંક્રાંતિની સાંજે વીર ભનુંની ખામ્ભી પાસે કાર અથડાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથમાં કોઈએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા રાજ પરબત કેશવાલા (મહેર ઉ. 33 રહે ઇન્દિરા નગર) અને કલ્પેશ કાનજી ભૂતિયા (ખારવા નવીબંદર ઉ. 37 રહે રંગોલીયા પાર્ક રાજકોટ ) મોત નિપજ્યા હતા.

બેની હાલત ગંભીર

જયારે વનરાજ પરબત કેશવાલા (ઉ. 37 ઈન્દીરાનગર ) તથા પ્રકાશ માવજી જુંગીને (ઉ. 40,રહે રાવલિયા પ્લોટ) સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાથી એકને રાજકોટ અને બીજાને જામનગર ખાતે ખસેડવામ્ં આવ્યા હતા.

SP રવિ મોહન સૈનીએ મીડિયાને જણાવ્યું

બનાવના પગલે SP રવિ મોહન સૈની સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં મીડિયાને જણાવ્યું હતું કે, રોડ પર બે કારનો અકસ્માત બન્યાની ઘટના છે. બન્ને જૂથ વચ્ચે જૂની અદાવત પાલિકાની ચૂંટણીના મન દુઃખમાં અકસ્માત સર્જી સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. તેમજ ભાજપના સુધરાઇ સભ્ય અને તેના પુત્ર સહિત 11 શખ્સો સામે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ત્રણ લોકોને હથિયાર સાથે ઝડપી લીધા

ત્રણ લોકોને હથિયાર સાથે ઝડપી લીધા છે જયારે અન્ય આરોપીઓને ઝડપવા માટે પોલીસની ટિમ LCB અને SOGની ટિમ અટકાયત કરેલ ત્રણેય આરોપીની પૂછપરછ કરી રહી છે, જેના પરથી જે કોઈ આરોપી હશે તેની ફરિયાદ મુજબ અટકાયત કરવામાં આવશે. પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે બીજું કોઈ હથિયારો સાથે હતું કે નહીં તો તેની પણ અટકાયત કરવામાં આવશે તેમ SPએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Murder: પોરબંદરના કોલીખડા ગામમાં સાથે હોટેલમાં જમ્યા બાદ મિત્રે જ કરી મિત્રની હત્યા

પોરબંદરના છાયામાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો, સગા ભાઈએ જ કરી હત્યા

Last Updated : Jan 15, 2022, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.