ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: પોરબંદરના 395 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરવા માટે 90 જેટલી ટીમ કાર્યરત

author img

By

Published : Jun 16, 2023, 8:28 PM IST

બિપરજોય વાવાઝોડા બાદની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં 395 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 276 જેટલા ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. વીજ પુરવઠો ખોરવાયાની 3729 ફરિયાદો આવી હતી. કુલ 886 થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. હાલ PGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આવી રહી છે.

Cyclone Biparjoy Landfall ImpactCyclone Biparjoy Landfall Impact
Cyclone Biparjoy Landfall Impact

PGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

પોરબંદર: બિપર જોઈ વાવાઝોડાના કારણે પોરબંદરના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા હતા. પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા વિસ્તારમાં 1427 જેટલા ફીડરમાં ખામી સર્જાઇ હતી. જેમાંથી પીજીવીસીએલ વિભાગ દ્વારા 1116 વીજ ફીડર કાર્યરત કરાયા હતા. હાલ 311 ફીડર બંધ સ્થિતિમાં છે જેની રિસ્ટોરેશનની કાર્યવાહી ચાલી રહી છે. PGVCL વિભાગ દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા માટે 90 જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી છે.

395 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો: પોરબંદરના 395 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે વિસ્તારમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું ખાસ કરીને મોબાઈલ ચાર્જિંગ માટેની સમસ્યા પણ ઊભી થઈ હતી જ્યારે 395 ગામમાંથી ૨૭૬ જેટલા ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યારે હાલ 157 જેટલા ગામોમાં વીજ પુરવઠો બંધ હાલતમાં હોય તેને પુનઃ કાર્યરત કરવા માટેની કામગીરી PGVCL દ્વારા ચાલી રહી છે.

886 થાંભલા ધરાશાયી: પોરબંદર જિલ્લામાં કુલ 886 જેટલા થાંભલા વાવાઝોડામાં ભારે પવનના અને ભારે વરસાદના કારણે પડી ગયા હતા. જેમાંથી 245 થાંભલાને ફરીથી ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ 621 જેટલા થાંભલા ફરીથી ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 30 જેટલા ટ્રાન્સફોર્મર પડી ગયા હતા. જેમાંથી 4 ટ્રાન્સફોર્મર પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે અને 26 જેટલા ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે. જેને પણ રીસ્ટોરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીજ પુરવઠો ખોરવાયાની 3729 ફરિયાદો: પોરબંદરમાં તારીખ 12 જૂનથી 15 જૂન સુધીમાં પીજીવીસીએલ પોરબંદર વર્તુળ કચેરી હેઠળના વિવિધ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વીજ પુરવઠો ખોરવાયા અંગેની કુલ 3729 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી 2090 જેટલી ફરિયાદો એટેન્ડ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેલ 1,485 જેટલી ફરિયાદોમાં પણ પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

PGVCLની 92 ટીમ કાર્યરત: પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતી ચાર વિભાગીય કચેરીઓ તેમજ 17 પેટા વિભાગીય કચેરી ખાતે પીજીવીસીએલના લાઇન સ્ટાફમાં કુલ 92 ટીમ અને 456 માણસો તેમજ 92 ઇજનેરી તેમજ કોન્ટ્રાક્ટરની કુલ 58 ટીમ જેમાં 295 માણસો વીજ પુરવઠો પૂર્વત કરવા માટે કાર્યરત છે. ચેકિંગ સ્કોડના ઇજનેરો તેમજ લાઇન સ્ટાફ લેબોરેટરીના ઇજનેરો અને વિભાગીય કચેરી વર્તુળ કચેરીના તમામ ઇજનેરો પણ પુરવઠો કાર્યરત કરવા માટે રોકાયેલ છે. તેમજ જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા કુલ 10 ટીમો ઇજનેરો તથા કોન્ટ્રાક્ટર સાથે પોરબંદર વર્તુળ કચેરીને મદદ માટે ફાળવવામાં આવેલ છે.

સહકાર આપવા નાગરિકોને અપીલ: બિપરજોય વાવાઝોડાના કારણે પવનની ગતિ વધવાથી અને વધારે વરસાદના કારણે pgvcl નું મોટા ભાગનું નેટવર્ક ઓવરહેડ હોય જેના કારણે વીજ વિક્ષેપ સર્જાય છે તેમજ ફોલ્ટ સર્જાય છે તેમજ થાંભલાઓ પડી જવા અને ટ્રાન્સફર પડી જવા વાયરો તૂટી જવા અને કેબોલો તૂટી જવાના ફોલ્ટ સર્જાય છે. પીજીવીસીએલના ઇજનેરો તેમ જ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરની ટીમો સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવાની સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમજ રાઉન્ડ ધ ક્લોક 24 કલાક કામગીરી કરી રહ્યા છે આવી કુદરતી આફત વખતે વીજ વિક્ષેપ સર્જાય તો નાગરિકોને સંયમ જાળવવા અને સહકાર આપવા પીજીવીસીએલના અધિકારીઓએ અપીલ કરી હતી.

  1. Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો
  2. Cyclone Biparjoy Landfall Updates: માછીમારો માટે સારા સમાચાર, જખૌ બંદર પર વાવાઝોડુ ટકરાયા બાદ પણ બોટને કોઈ નુકશાન નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.