ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યાએ બંદર બનાવી આપવાની આપી ખાત્રી

author img

By

Published : Apr 2, 2021, 11:03 PM IST

પોરબંદરના માછીમારો માટે નવું ફીશીંગ હાર્બર બનાવવા માટે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈ તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે ખાત્રી આપી હતી.

પોરબંદરમાં માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે મુખ્યપ્રધાન રૂપાણીએ આપી ખાત્રી
પોરબંદરમાં માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે મુખ્યપ્રધાન રૂપાણીએ આપી ખાત્રી

  • કુછડી ગામે ફેઈઝ-2 બનાવવાને બદલે અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે મુખ્યપ્રધાને આપી ખાત્રી
  • ખારવા સમાજના પ્રમુખ અને ધારાસભ્યએ નવું ફીશીંગ હાર્બર બનાવવા માટે કરી હતી રજૂઆત
  • માછીમારોનો ફેઈઝ-2નો પ્રશ્ન તેમજ જુના બંદરમાં બોટ પાર્કિંગની સમસ્યાઓનો વહેલી તકે હલ કરાશે

પોરબંદરઃ માછીમારો માટે નવું ફીશીંગ હાર્બર બનાવવા માટે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈ તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાની આગેવાનીમાં પોરબંદર ફેઈઝ-2 સુભાષનગરના ખદરપીરની પાછળ બનાવવા માટે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્યપ્રધાને માછીમારો માટે કુછડી ગામે ફેઈઝ-2 બનાવવાનું હતું તે રદ કરી અને માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે ખાત્રી આપી હતી. જુના બંદરને લગતી જગ્યા માપલાવાડી, બાપા સિતારામ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ડ્રેજીંગ કામ કરાવી અને બોટ પાકિંગ માટે હાલના ધોરણે માછીમારોની સમસ્યા હલ કરવા માટે તેમજ માછીમારોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ફિશરીઝ વિભાગની ટીમને માપલાવાડી, બાપા સિતારામ વિસ્તાર વાળી જગ્યામાં નિરીક્ષણ કરવા માટે ખાત્રી આપવામાં આવી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યાએ બંદર બનાવી આપવાની આપી ખાત્રી
મુખ્યપ્રધાન રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યાએ બંદર બનાવી આપવાની આપી ખાત્રી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કરાઈ હતી રજૂઆત

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈ સાથે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા, પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ સરજુ કારીયા, પોરબંદર ભાજપ શહેર મહામંત્રી અશોક મોઢા, પોરબંદર ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિન એમ. જુંગી, પટેલ મનિષ (નગરપાલીકા કાઉન્સીલરશી), પોરબંદર માછીમાર આગેવાન માવજી જુંગી, પોરબંદર માછીમાર બોટ એસો.ના ઉપપ્રમુખ રાજુ બાદરશાહી, એડવાઈઝર મુકેશ પાંજરી, તેમજ માછીમાર આગેવાનોએ સાથે રહી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજુઆત કરી હતી. આ બાબતને ધ્યાનમાં લઈ વિજય રૂપાણીએ પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈને ખાત્રી આપી હતી કે, માછીમારોનો ફેઈઝ-2નો પ્રશ્ન તેમજ જુના બંદરમાં બોટ પાર્કિંગની સમસ્યાઓનો હલ વહેલી તકે કરવામા આવશે. ત્યારે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈ તેમજ સમગ્ર આગેવાનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો તથા પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.