ETV Bharat / state

Unseasonal Rains In Patan : જિલ્લામાં ઊભો પાક નથી પણ જીવાતની ચિંતામાં ખેડૂતો

author img

By

Published : Jan 6, 2022, 8:47 PM IST

Unseasonal Rains In Patan : જિલ્લામાં ઊભો પાક નથી પણ જીવાતની ચિંતામાં ખેડૂતો
Unseasonal Rains In Patan : જિલ્લામાં ઊભો પાક નથી પણ જીવાતની ચિંતામાં ખેડૂતો

પાટણમાં ગઈકાલથી શરુ થયેલો વરસાદ આજે પણ વરસતો રહ્યો છે. જનજીવન પ્રભાવિત થવા સાથે જિલ્લાના ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. કારણ કે આવા વાતાવરણથી (Unseasonal Rains In Patan) પાકમાં જીવાત આવી શકે છે.

પાટણઃ હવામાન ખાતાની આગાહી મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં બુધવાર સાંજથી ધીમીધારે શરૂ થયેલા કમોસમી વરસાદથી (Unseasonal Rains In Patan) ગુરુવારે પણ સાંજ સુધી વરસતા માર્ગો ભીના બન્યા હતાં. તો બીજી તરફ આ માવઠાને લઇ ખેડૂત આલમમાં (Rabi Crop in Patan 2022) પણ ચિંતા ફેલાઇ હતી. ગુરૂવારે સવારના સમયે સાથે વરસાદી માહોલ રહેતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

કમોસમી વરસાદના વાતાવરણમાં પાકમાં જીવાત આવી શકે છે

LRD પ્રેક્ટિકલ પરીક્ષાના ઉમેદવારોને મુશ્કેલીઓ પડી

હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં બુધવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. દિવસભર આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા બાદ બપોરના સમયે એકાએક વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને શંખેશ્વર વારાહી હારીજ સમી તેમજ રાધનપુર પંથકમાં વરસાદ સાથે માવઠું થયું હતું. ત્યારબાદ મોડી રાત્રે પાટણ સહિત પંથકમા ધીમીધારે વરસાદ શરૂ (Unseasonal Rains In Patan) થયો હતો, જે ગુરુવારે બપોર સુધી ઝરમર ઝરમર પડતાં માર્ગો ભીના બન્યાં હતાં. સવારે ધુમ્મસ સાથે વરસાદી વાતાવરણ રહેતા કામ સિવાય લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ પાટણ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ચાલી રહેલી lrd ની પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ ઉમેદવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માવઠાથી ઠંડીનો પારો વધારે નીચે જતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.

આ પણ વાંચોઃ Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

ઉભા પાકોમાં સીધું નુકસાન નથી: ખેતીવાડી અધિકારી

પાટણ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને લઈને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે (Patan District Agriculture Officer ) જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 1લાખ 90 હજાર હેક્ટરમાં રવી પાકોનું (Rabi Crop in Patan 2022) વાવેતર થયું છે. જિલ્લામાં હળવો વરસાદ (Unseasonal Rains In Patan) થયો છે આજે કેટલાક વિસ્તારોમાં સ્થળ તપાસ કરવામાં આવી છે. જેમાં ખેતરોમાં પાણી ભરાયા નથી. ખાસ કરીને જિલ્લામાં કોઈ પાક કાપણી અવસ્થાએ નથી. જેથી ઉભા પાકોમાં સીધું નુકસાન નથી પણ જો વાતાવરણ વાદળછાયું અને ભેજવાળું રહે તો પાકોમાં જીવાત આવવાની સંભાવના રહેલી છે. માટે ખેડૂતોએ કાળજી રાખી દવાઓનો છંટકાવ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.