ETV Bharat / entertainment

ગુજરાતની લોકગાયિકા રાજલ બારોટે સગાઈ કરી, ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાશે - Rajal Barot

author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 4:50 PM IST

સ્વર્ગસ્થ લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ એક નવા બંધનમાં બંધાઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાશે, 3 બહેનોના લગ્ન બાદ રાજલ બારોટ હવે લગ્ન કરશે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

હૈદરાબાદ: સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનું નામ ગુજરાત માટે અજાણ્યું નથી. રાજલ ગઈકાલે સગાઈ કરી લીધી છે જેના ફોટા સોશિયલ મિડીયા પર શેર કર્યા હતા. રાજલનો જન્મ પાટણમાં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. પિતાના આશીર્વાદથી રાજલ હાલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામ કરી રહી છે.

રાજલ બારોટનું પહેલું ગીત: રાજલે જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે જાણીતી બની ગઈ છે.

રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે: પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે ગાવીની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતની જાણીતી સિંગર બની ગઈ છે. રાજલ બારોટ સિલ્વર યુટ્યુબનું બટન પણ જીતી ચૂકી છે. રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સના 5 મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે.

રાજલે ત્રણ બહેનોનું કર્યું કન્યાદાન: રાજલ બારોટને ભાઈ નથી, ચાર બહેનો છે તેથી આ ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો હતો. રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું.

  1. માત્ર એક ફેસબુક પોસ્ટ થકી અમદાવાદની રાગ પટેલને મળી રાજામૌલીની RRR ફિલ્મમાં ગાવાની તક - RRR singer Raag patel
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.