ETV Bharat / state

Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ

author img

By

Published : Jan 5, 2022, 2:04 PM IST

કચ્છમાં ઝરમર વરસાદ વરસતાં કેટલાક વિસ્તારના ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે ખેતરોમાંના ઉભા રવી પાક (Unseasonal rains in Kutch) અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતિ (Rabi Crop In Kutch 2022) છે.

Unseasonal rains in Kutch :  ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ
Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ

કચ્છઃ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ગત રાત્રિએ કચ્છમાં વરસાદી માહોલ (Unseasonal rains in Kutch) સર્જાયો હતો અને પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો-માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે અને માવઠાના કારણે ખેતીના ઉભા પાક (Rabi Crop In Kutch 2022) અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતિ પણ ખેડૂતોમાં ફેલાઈ છે. આગાહી મુજબ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.

ઊભો રવી પાક અને ઘાસમાં નુકસાનનો માર પડવાની ભીતિમાં કચ્છી ખેડૂતો

વાતાવરણમાં ધુમ્મસ

વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા અને સૂકા પવન પણ અનુભવાઈ રહ્યાં છે. તો અગાઉની તુલનાએ આજે ઠારમાં રાહત જોવા મળી હતી, પરંતુ ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ કચ્છ જિલ્લાના અમુક તાલુકાઓમાં કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો.

બાગાયતી પાક લેતાં ખેડૂતો પણ ચિંતામાં

પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના ગામોમાં સવારથી કમોસમી વરસાદ ઝરમરરૂપે વરસી રહ્યa (Unseasonal rains in Kutch) છે. જેનાથી ખેડૂતોના ઊભા પાક, જીરૂં, રાયડો,ધાણા તથા રવી પાકોમાં નુકસાની (Rabi Crop In Kutch 2022) થવાની શક્યતાઓ છે. ઉપરાંત બાગાયતી પાક દાડમ તથા શાકભાજીઓમાં પણ મોટું નુક્સાન થવાની સંભાવના છે જેથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ Unseasonal Rains In Kutch : કચ્છના વિસ્તારોમાં ઝરમર વરસાદ,જાણો આજનું લઘુતમ તાપમાન

અનેકવાર રજૂઆતો છતાં પણ સહાય ન મળી

કમોસમી માવઠા અંગે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કુદરત રૂઠે છે ત્યારે ખેડૂત પણ લાચાર બની જાય છે. જો નુકસાનીની (Rabi Crop In Kutch 2022) વાત કરવામાં આવે તો ગત ચોમાસામાં 35 દિવસ વરસાદ ન પડતાં ખેડૂતોને નુકસાન થયું હતું. તો ત્યારે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ ખેડૂતોને કોઈ સહાય મળી નથી. નુકસાન માટે કોઈ એક પરિસ્થિતિ જવાબદાર નથી. સાથે અન્ય પરિબળો પણ જવાબદાર છે. જેમાં જ્યારે ખેડૂતો દ્વારા પાક તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે નાઈટ્રોજનની જરૂર હતી ત્યારે સરકાર ખેડૂતોને યુરિયા ખાતર પહોંચાડી શકી ન હતી જેનાથી ખેડૂતોને પણ નુકસાની થઈ હતી.

આ પણ વાંચોઃ Seasonal rainfall forecast: ખેડૂતોની ચિંતા ફરી વધરો, જિલ્લામાં 28મી પછી કમોસમી વરસાદની આગાહી

સરકાર કચ્છના ખેડૂત માટે કંઇક વિચારે

સરકાર પાસે અપીલ કરતા ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, ખેતીપ્રધાન દેશમાં કચ્છના ખેડૂતોની હાલત કથળી રહી છે. ત્યારે સરકાર કચ્છના ખેડૂતોને સહાય કરે, કંઇક વિચારે તો ખેડૂત ટકી શકે તેમ છે. ઉપરાંત કચ્છ જિલ્લામાં નર્મદાના પાણીની સવલત (Demand Of Narmada Water) પણ હજી સુધી મળી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને નર્મદાના નીર મળ્યાં નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.