ETV Bharat / state

Bhagwat Gita Competition : મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

author img

By

Published : Feb 8, 2022, 11:58 AM IST

Bhagwat Gita Competition : મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
Bhagwat Gita Competition : મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

વલસાડ જિલ્લાના ઉમર ગામની ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતી મુસ્લિમ (In Competition of Muslim Students Bhagwat Gita) વિદ્યાર્થીની ખુશ્બૂ અબ્દુલ મહેબૂબ ખાન ભાગવત ગીતાની (Bhagwat Gita Competition) નેશનલ કક્ષાની ક્વિઝમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જેની આ સિદ્ધિ બદલ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે ખુશ્બૂને અભિનંદન પાઠવ્યા હતા.

વલસાડ : ઉમરગામની આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતી ખુશ્બુ અબ્દુલ મહેબૂબ ખાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી એડ્યુટર એપ દ્વારા વિવિધ રાષ્ટ્રવ્યાપી ક્વિઝ અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં ઉમરગામની મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની (Bhagwat Gita Competition) રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમ મેળવી ઉમરગામનું નામ રોશન કર્યું છે.

શિક્ષકોએ 3915 ગીતાના ઉપદેશ પર ક્વિઝ બનાવી હતી

આ ઓનલાઈન સ્પર્ધામાં ગીતા જયંતી નિમિત્તે એડ્યુટર એપ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ક્વિઝ અભિયાનનું (Shrimad Bhagwad Gita Quiz Campaign) આયોજન થયું હતું. આ અભિયાન અંતર્ગત શિક્ષકોએ 3915 ગીતાના ઉપદેશ પર ક્વિઝ બનાવી હતી. જેમાં ઉમરગામની ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7ની વિદ્યાર્થિની ખુશ્બુ અબ્દુલ ખાને ગીતા પર કુલ 428 ક્વિઝ સમુહના સાચા જવાબ આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.​​​​​​​ જે બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી દિવસોમાં રાજ્યના શિક્ષણ પ્રધાનના હસ્તે પણ તેમનું સન્માન કરવામાં આવશે.

પરિવાર અને શિક્ષકોએ ભાગવત ગીતાના વિષય પર માર્ગદર્શન આપ્યું

ખુશ્બુના પિતા અબ્દુલ ખાન પણ દીકરીની આ સિદ્ધિ બદલ (Bhagwat Gita Competition Ranks first in Country) ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ આવી તે જાણીને ગર્વ થાય છે. દરેક ધર્મ એક જ છે તેવા ઉદ્દેશ્ય સાથે પરિવાર અને શિક્ષકોએ ભાગવત ગીતાના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જે મહેનત ફળી છે. અને દીકરીએ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યા છે તેથી હુ ખૂબ ખુશ છું.

આ પણ વાંચોઃ LS SPEAKER: ગીતા કોઈ વિશિષ્ટ ભાષા કે ધર્મની નથી, પરંતુ સમગ્ર માનવતાની છે: ઓમ બિરલા

સ્વામી વિવેકાનંદ જયંતિમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું

શાળાના આચાર્ય માલતી અહિરે એ જણાવ્યું હતું કે, અગાઉ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત સ્વામી વિવેકાનંદ ક્વિઝ મહાઅભિયાન માં પણ ખુશ્બુ ખાને 1600 થી વધુ ક્વિઝ આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

વિદ્યાર્થીઓ ક્વિઝ આધારિત ઓનલાઈન અભ્યાસ પૂરો પાડવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, એડ્યુટર એપ (Editor App) પર ભારતના 23 રાજ્યોમાંથી 37,000થી વધારે શિક્ષકો નિયમિત રીતે વિવિધ પ્રકારના કન્ટેન્ટ અપલોડ કરીને વિદ્યાર્થીઓને ક્વિઝ આધારિત ઓનલાઈન અભ્યાસ પૂરો પાડી રહ્યા છે. વિદ્યાર્થીઓ તે ક્વિઝમાં જવાબ આપવાના હોય છે. જે અંતર્ગત દરેક અભિયાનમાં વિજેતા ટોપ 5 શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવે છે. ખુશ્બૂ ખાને ગીતા પર 428 ક્વિઝમાં સાચા જવાબ આપી દેશમાં પ્રથમ ક્રમ મેળવી તેમના માતા-પિતાનું, વલસાડ જિલ્લો, ઉમરગામ અને શાળાનું નામ રોશન કર્યું સાથે અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચોઃ Bhagwat Gita in Education: સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.