ETV Bharat / city

Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો

author img

By

Published : Dec 16, 2021, 7:10 PM IST

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત હુન્નર હાટમાં (Surat Hunnar Haat) મૂળ છત્તીસગઢની અને હાલ મહારાષ્ટ્રમાં રહેનાર શાલિની શાહુ પોતાના સ્ટોલના માધ્યમથી સુરતના લોકોને લાઈવલીહુડ આર્ટનું ઉત્તમ ઉદાહરણ આપી રહી છે. શાલિની અને તેમના પતિએ અમિત સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમ છતાં સારી નોકરી છોડીને તેઓએ સોશિયલ એન્ટરન્સીપ વેન્ચર શરૂ કર્યું. જેથી તેમની કમાણી ત્યારે થાય જ્યારે તેમની સાથે જોડાયેલા લોકોને કમાવડાવી (Woman Empowerment) શકે. શાલિની કાઉન્સિલિંગ સાઈકોલોજીસ્ટ હતાં અને હાલ ફ્લાવર મેકિંગનો અને સ્ટોન પર પેઇન્ટિંગ કરી લાઈવલીહુડ (Woman Employment) આર્ટનો ઉત્તમ ઉદાહરણ આપી રહી છે.

Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો
Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો

સુરત : શાલિની શાહુએ જણાવ્યું હતું કે, હું છત્તીસગઢથી છું. મારા લગ્ન ગુજરાતી સાથે થયાં છે. અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ. હું કાઉન્સિલિંગ સાઈકોલોજિસ્ટ છું. મેં અને મારા પતિએ સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. મારા પતિની રુચિ લાઈવલીહુડ પર હતી. જ્યારે મારી રુચિ આર્ટ છે. અમે વિચાર કર્યો કે બંને વસ્તુઓને એકત્ર કરી આર્ટમાં લાઈવલીહુડ જીવંત (Woman Empowerment) કરવાનું વિચાર્યું. બન્નેને નોકરી જોબ (Woman Employment) આ પ્રોજેક્ટની શરૂઆત કરતા 5 વર્ષ થઈ ગયા છે.

પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હતી શાલિની

સોશિયલ એન્ટરન્સીપ વેન્ચરમાં અમે ત્યારે કમાઈએ છે. અત્યારે અમારી સાથે અન્ય લોકો કમાય છે. અમારી સાથે પાંચ મહિલાઓ જોડાય છે. તેમને અમે ટ્રેનિંગ આપી છે અને તેઓ અમારી માટે ફૂલો તૈયાર કરીને આપે છે. મારી પહેલી નોકરી દિલ્હીમાં હતી. જ્યાં હું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર (Woman Empowerment) હતી.જ્યારે મારા પતિ ગવર્મેન્ટના સ્કિલ ઇન્ડિયા માટે કાર્યરત હતાં. જ્યારે તેમણે નોકરી છોડી ત્યારે સારી પોસ્ટ પર હતાં. નાનપણથી હું માત્ર શાળામાં જ સારી હતી. અમારા ત્યાં ક્યાં તો દીકરી ડોક્ટર બનતી હોય છે અથવા તો ટીચર. પરંતુ મારી અંદર જે કળા હતી તે મારી સાથે હતી. જેના માધ્યમથી આજે અન્ય લોકોને રોજગાર (Woman Employment)આપવાનું વિચાર્યું છે.

યુપીની મેરાજ કૌશરે વધાર્યો વારસાગત વ્યવસાય

આમ તો વારસાગત વ્યવસાય પર પુત્રોના અધિકાર હોય છે. પરંતુ મુસ્લિમ પરિવારની યુવતીએ સાબિત (Woman Employment) કર્યું છે કે, પિયર હોય કે સાસરું હોય વારસાગત વ્યવસાયને દીકરી પણ આગળ ર (Woman Empowerment) લાવી શકે છે. મૂળ ઉત્તરપ્રદેશના બનારસની મેરાજ કૌશર સુરતના હુન્નર હાટમાં (Surat Hunnar Haat) પરંપરાગત ગોલ્ડ જરીના કાપડ વેચી રહી છે. જેથી તે પોતાના પરિવારના વારસાગત વ્યવસાયને સાચવી શકે.

બનારસની મેરાજ કૌશર સુરતના હુન્નર હાટમાં કાપડ વેચી રહી છે

15 જેટલા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે

પોતાના બે વર્ષના બાળક સાથે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત હુન્નર હાટમાં (Surat Hunnar Haat) પોતાના પરિવારના વારસાગત જરીની કારીગરી મેરાજ કૌશર બતાવી રહી છે. અત્યાર સુધી તે દેશભરના 15 જેટલા એક્ઝિબિશનમાં ભાગ લઈ ચૂકી છે. તે મૂળ ઉત્તરપ્રદેશના બનારસની રહેવાસી છે. પરિવારમાં વારસાગત વેપાર પર હંમેશાથી પરિવારના પુરુષોનો દબદબો જોવા મળતો હોય છે. પરંતુ મુસ્લિમ પરિવારથી આવનાર મેરાજ કૌશર અન્ય મહિલાઓ માટે એક પ્રેરણા (Woman Employment) સ્વરૂપ છે. પરિવારના વેપારને દેશના અન્ય રાજ્યોમાં બતાવવા માટે તે આયોજિત થનાર એક્ઝિબિશનમાં ભાગ લેતી ર (Woman Empowerment) હોય છે. એટલું જ નહીં તે 12 મહિલાઓને રોજગારી પણ આપે છે.

વિરાસતને આગળ વધારવા માંગુ છું

મેરાજ કૌશરે જણાવ્યું હતું કે, મને પિયર-સાસરા બંને તરફથી જરીકામ વારસામાં મળ્યું છે. આ અમારું ખાનદાની કામ છે. અમે અન્ય 12 મહિલાઓને રોજગાર પણ આપીએ છીએ. બાળપણથી આજ કામ જોયું છે અને તેમની વિરાસતને આગળ વધારવા માંગુ છું. આ પ્રકારના એક્ઝિબિશનમાં હું અન્ય 15 રાજ્યોમાં જઈ ચૂકી છું અને મારી સાથે જોડાયેલી અન્ય બહેનોને ઘરબેઠા રોજગાર (Woman Empowerment) આપી રહી છું. સરકારની મદદ (Surat Hunnar Haat) અમને મળે છે.

આ પણ વાંચોઃ ભુજ હાટ ખાતે સ્વદેશી ઉત્પાદનોના મેળાનું આયોજન, કઠોળ, ઘી, કાચી ઘાણીનું તેલ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું વેંચાણ

આ પણ વાંચોઃ કચ્છમાં પ્રથમ વખત ભુજ હાટ ખાતે ગાંધી શિલ્પ બજારનો શુભારંભ કરવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.