ETV Bharat / city

Bhagwat Gita in Education: સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે

author img

By

Published : Dec 8, 2021, 10:58 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનો પણ અભ્યાસ (Bhagwat Gita in Education) આપવામાં આવશે. આજની મળેલી એકેડમિક કૌંસલીન્ગ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. આ અભ્યાસ માટે કોમ્પ્યુટર સાયન્સના ડીન સ્નેહલ જોશીએ આ બાબતે રજૂઆત કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓના શિક્ષણમાં આ અભ્યાસ મહત્વનો હોય જેથી આ નિર્ણય લેવામાં આવ્યો. "શ્રીમદ ભાગવત ગીતા સ્ટ્રેસ અને આંતરિક સંઘર્ષોનું જીવનમાં વ્યવસ્થાપન" નામના અભ્યાસક્રમ (VNSGU Syllabus )ની મંજૂરી આપવામાં આવી.

Bhagwat Gita in Education: સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે
Bhagwat Gita in Education: સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે

  • સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે
  • શ્રીમદ ભાગવત ગીતા સ્ટ્રેસ અને આંતરિક સંઘર્ષોનું જીવનમાં વ્યવસ્થાપન
  • એકેડમિક કૌંસલીન્ગ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજરોજ એકેડમિક કાઉન્સિલની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાગવત ગીતાનું જ્ઞાન (knowledge of Bhagwat Gita ) હવેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ અભ્યાસક્રમ (VNSGU Syllabus )ની મંજૂરી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સના ડીન સ્નેહલ જોશી એ આ પહેલા એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા વિશે ચર્ચાઓ કરી અભ્યાસક્રમ આપવાની મંજૂરી માંગી હતી. ત્યાર બાદ આજરોજ આ વિષય ઉપર ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિત માટે "શ્રીમદ ભાગવત ગીતા સ્ટ્રેસ અને આંતરિક સંઘર્ષોનું જીવનમાં વ્યવસ્થાપન" નામના અભ્યાસક્રમ (Bhagwat Gita in Education) ની મંજૂરી આપવામાં આવી. સાથે આ કોર્સ યુનિવર્સિટીના તમામ સંલગ્ન કોલેજોમાં શરૂ કરવામાં આવશે તથા આ કોર્સ માટે 1200 રૂપિયાની ફીસ પણ નક્કી કરી દેવામાં આવી છે.

Bhagwat Gita in Education: સુરતની નર્મદ યુનિવર્સીટીમાં હવેથી ભાગવત ગીતાનું પણ જ્ઞાન આપવામાં આવશે

અભ્યાસક્રમની શરૂઆત કોઈપણ કોલેજોમાં શરૂ કરી શકશે

કુલપતિના જણાવ્યાનુસાર, અમારા એકેડમી કાઉન્સિલે લીધેલા નિર્ણય મુજબ આ વર્ષથી ગીતા વિષય ઉપર સર્ટીફીકેટના બે ક્રેડિટના કોર્ષ (Surat Narmad University courses)નું આયોજન કર્યું છે. આ વિચાર જે છે તે સ્વાધ્યાય પરિવાર ની અંદર સતત ચાલતી આવતી પ્રેરણાથી પેરાઈને આ વિષયને આપણા દક્ષિણ ગુજરાતની 1 કરોડ 10 લાખ જનતાને અને આપણે સૌ જાણીએ છીએ તે રીતે દુનિયાની અંદર જેટલી પણ સ્કૂલ-કોલેજો છે એમની અંદર પણ આ જ પાઠ ભણાવવામાં આવે છે. પરંતુ તે અભ્યાસમાં ખૂબ જ ઊંચી કિંમતે ભણાવવામાં આવે છે. આપણે આ જ અભ્યાસક્રમ એટલે કે 250 જેટલી કોલેજોમાં અને 27 જેટલા ડિપાર્ટમેન્ટમાં ઓછી કિંમતે ભણાવવામાં આવશે. આ અભ્યાસક્રમની પરીક્ષાઓમાં 80 માર્ક એ જે તે કોલેજોને નક્કી કરવાના છે. તથા બાકીના જે 20 માર્ક છે, તે યુનિવર્સિટી નક્કી કરશે અને એ 20 માર્ક પણ યુનિવર્સિટીના ઓટોમેટીક જનરેટ સિસ્ટમથી કોલેજો એમના લોગીન આઈડીથી એમના MCQ એન્ટર કરવાના છે. તથા તે પછીની પ્રક્રિયા તેનું ટાઈમ ટેબલ જેતે કૉલેજો નક્કી કરશે.

આ પણ વાંચો: VNSGUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે

આ પણ વાંચો: VNSGUના બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.