ETV Bharat / state

પાટણમાં કેબિનેટ પ્રધાને સીમેન સેક્સીંગ ફેસીલીટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું

author img

By

Published : Jun 24, 2020, 10:20 PM IST

પાટણમાં આવેલા સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ખાતે 24 જૂનના રોજ કેબિનેટ કક્ષાના પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયા અને રાજય કક્ષાના પશુપાલન પ્રધાન બચુ ખાબડે સીમેન સેકસીંગ ફેસીલીટી ભવનનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન અને સહકાર સચિવ મનિષ ભારદ્વાજ, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, પશુપાલન નિયામક ડૉ.ફાલ્ગુની પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

પાટણમાં કેબિનેટ પ્રધાને સીમેન સેકસીંગ ફેસીલીટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું
પાટણમાં કેબિનેટ પ્રધાને સીમેન સેકસીંગ ફેસીલીટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું

પાટણ: ગુજરાતના પશુપાલકોને તેમની પશુપાલનની પ્રવૃત્તિમાં ફાયદો થાય તે હેતુથી પાટણ ખાતે ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન પ્રોજેકટ હેઠળ સીમેન સેક્સીંગ ફેસીલીટી સેન્ટર બનાવવાની મંજૂરી મળી છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત કુલ રૂપિયા 47.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેકટની શરૂઆત થતા ગુજરાતના લાખો પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુઓની ઓલાદો મળતી થશે.

ભવનના ખાતમૂહુર્તમાં આવેલા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા અને રાજય કક્ષાના પશુપાલન પ્રધાન બચુ ખાબડે સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડકશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ, પાટણ ખાતે થઇ રહેલા વિવિધ પ્રવૃતિ અને નવીન પ્રોજેકટ અંગેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી નવીન ભવનનું ખાતમૂહુર્ત વિધિ પૂર્ણ કરીને સંકુલમાં આવેલા લેબોરેટરીની પ્રત્યક્ષ કામગીરી સમિક્ષા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.