ETV Bharat / state

પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત

author img

By

Published : Apr 4, 2021, 8:54 PM IST

પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલા કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. રસી લીધી હોવા છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રસી લેનાર અન્ય વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના રસી લેનારા પાટણના સાંસદનો કોરોના કેસ પોઝિટિવ

કોરોનાની રસી મૂકાવ્યા બાદ પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત
કોરોનાની રસી મૂકાવ્યા બાદ પાટણના સાંસદ થયા કોરોના સંક્રમિત

  • પાટણ સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા
  • 10 દિવસ પહેલા રસી લીધી હતી
  • તબિયત લથડતા કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો
  • સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
  • પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાથી બચવા સાંસદે અપીલ કરી

પાટણઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ પુન: વધી રહ્યું છે. રોજ-બરોજ હજારો કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવી રહ્યા છે, તો સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા વિનામૂલ્યે કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવી રહી છે, આ રસી લેવાથી કોરોનાથી સુરક્ષિતતા સાથે રસીની કોઈ આડઅસર ન હોવાનું પણ કોરોના વેક્સિન લેનારા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા અપાતી કોરોના વેક્સિન લેનારા અનેક વ્યક્તિઓને રસી લીધા બાદ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં સૌપ્રથમ કોરોનાની રસી મૂકાવનારા સરકારી હોસ્પિટલના RMO થયા કોરોના સંક્રમિત

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સ્વસ્થ રહેવાની વિનંતી કરી

પાટણના જાગૃત સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સરકારના કોરોના અભિયાનને સમર્થન આપ્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ અમદાવાદની ખ્યાતનામ એપોલો હોસ્પિટલમાં 10 દિવસ પહેલા કોરોનાની રસી લીધી હતી. જો કે રસી લીધા બાદ તેઓની તબિયત નાદુરસ્ત થઇ હતી અને તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હાલમાં તેઓને સારવાર અર્થે યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .પાટણના સાંસદે તેઓના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાથી સુરક્ષિત રહેવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે.

કોરોના રસી લેનારા પાટણના સાંસદનો કોરોના કેસ પોઝિટિવ
કોરોના રસી લેનારા પાટણના સાંસદનો કોરોના કેસ પોઝિટિવ
કોરોના વેક્સિનને લઈ અનેક સવાલો થયા ઉભા ભારતમાં તૈયાર કરાયેલી કોરોના વેક્સિનની કોરોના સામે લડવાની શક્તિ નિરર્થક સાબિત થઈ રહી હોય તેમ આમ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પાટણના જાગૃત સાંસદ કોરોનાના સંક્રમણમાંથી જલ્દી સ્વસ્થ બને અને તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોનાથી સુરક્ષિત રહે તેવી પાટણ લોકસભા મતવિસ્તારના મતદારો દ્વારા પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી થયા કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.