ETV Bharat / state

ચાણસ્મા મહેસાણા હાઈવે પર ગાડીનું ટાયર કઈ રીતે બન્યું 3 લોકોના મોતનું કારણ, જાણો

author img

By

Published : Apr 22, 2022, 10:52 AM IST

Updated : Apr 22, 2022, 12:05 PM IST

ચાણસ્મા મહેસાણા હાઈવે પર (Accident at Chanasma Mehsana Highway) કંબોઈ પાટિયા નજીક ઈકો ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. તેના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા.

ચાણસ્મા મહેસાણા હાઈવે પર ગાડીનું ટાયર કઈ રીતે બન્યું 3 લોકોના મોતનું કારણ, જાણો
ચાણસ્મા મહેસાણા હાઈવે પર ગાડીનું ટાયર કઈ રીતે બન્યું 3 લોકોના મોતનું કારણ, જાણો

પાટણઃ ચાણસ્મા મહેસાણા હાઈવે (Accident at Chanasma Mehsana Highway) ઉપર કંબોઈ પાટિયા નજીક આજે ઈકો ગાડીનું ટાયર એકાએક ફાટતા અકસ્માત (Eeco car tire rupture accident ) થયો હતો. આ અકસ્માતમાં (Accident at Chanasma Mehsana Highway) એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા. જોકે, ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમ જ આ અંગે પોલીસને પણ જાણ કરી હતી.

ચાણસ્મા મહેસાણા હાઈવે પર ગાડીમાં આવતા એક જ પરિવારના 3 લોકોના મોત

અકસ્માતમાં 3ના મોત - પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનાએ મોકલ્યા હતા. જાણવા મળ્યું હતું કે, મૃતકો અબિયાણાના નાઈ પરિવારના સભ્યો હતા. સાંતલપુરના અબિયાણાનો નાઈ પરિવાર પૂત્રના લગ્ન માટે અમદાવાદ ખાતે વેવાઈના ઘરે ગયો હતો. અમદાવાદથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. તો આ અકસ્માતમાં (Accident at Chanasma Mehsana Highway) 2 સગા ભાઈ અને નાની બાળકીનું મોત થયું હતું. આ સાથે જ 24મીએ યોજાનારા પૂત્રના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

આ પણ વાંચો- Accident in Vadodara : વડોદરામાં કારચાલકે સર્જેલા અકસ્માતમાં બાળકી સહિત 3નાં મોત

લગ્નનો માહોલમાં માતમ છવાયો - આ અંગે મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં રહેતા ભીખા નાઈના પૂત્રના 24 એપ્રિલે લગ્ન નક્કી થયા હતા, જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપવામાં આવી હતી. ત્યારે તેઓ પરિવાર સાથે વેવાઈને ત્યાં અમદાવાદ ગયા હતા અને ત્યાં સામાજિક રીતરિવાજ પૂર્ણ કરીને પોતાના ઘરે ઈકો ગાડીમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ઈકો ગાડી કંબોઈ પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ગાડીનું પાછળનું ટાયર (Eeco car tire rupture accident) એકાએક ફાટતા ગાડી પલટી ગઈ હતી.

આ પણ વાંચો- ST Bus Accident In Surat: BRTS રૂટમાં ST બસની અડફેટે આવતા યુવકનું માથું ફાટ્યું, ઘટનાસ્થળે જ મોત

ગાડી રોડની સાઈડમાં ચોકડીમાં પડી ગઈ હતી - ગાડી રોડની સાઈડમાં ચોકડીઓમાં પડતા ગાડીમાં સવાર ભીખાભાઈ માલાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને પિયા નિખીલભાઈ (ઉં. વ. 8)ને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતના (Accident at Chanasma Mehsana Highway) કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ટોળાએ ઈકો ગાડીમાંથી 4થી 5 જેટલા લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

Last Updated : Apr 22, 2022, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.