ETV Bharat / state

પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા

author img

By

Published : Apr 29, 2021, 11:01 PM IST

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં 24 કલાકમાં નવા 203 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં નવા 63 કેસ નોંધાતા શહેરીજનોમાં પણ એક જાતનો ભયનો માહોલ ફેલાયો છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 8148 પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3344 થઈ છે.

પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા
પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા

  • પાટણ જિલ્લામાં કોરોના બેકાબૂ
  • નવા 203 કેસ નોંધાતા લોકોમાં ફેલાયો ભય
  • જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 8148 થયો
  • શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3344 થઈ

પાટણઃ જિલ્લામાં કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી જિલ્લામાં દરરોજ 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગુરુવારે જિલ્લામાં કોરોનાના નવા 200 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા
પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોનાના નવા 180 કેસ નોંધાયા

ક્યા વિસ્તારમાંથી કેટલા કેસ નોંધાયા

પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એકી સાથે નવા 63 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 23, ચાણસ્મા તાલુકામાં 13, રાધનપુર શહેરમાં 7 અને તાલુકામાં 3, સિધપુર શહેરમાં 11 અને તાલુકામાં 24, હારીજ શહેરમાં 9 અને તાલુકામાં 9, સાંતલપુર નગરમાં 2 અને તાલુકામાં 13, સરસ્વતી તાલુકામા 11, સમી તાલુકામાં 13 કેસ, શંખેશ્વર નગરમાં 2 કેસ નોંધાયો છે. પાટણ જિલ્લામાં નોંધાયેલા નવા 203 કોરોના પોઝિટિવ કેસમાં સૌથી વધુ પાટણ શહેરમાં નોંધાયા છે. પાટણમાં 402 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે, જ્યારે 1242 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.