ETV Bharat / state

નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન

author img

By

Published : Jan 17, 2021, 7:27 AM IST

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાના પ્રારંભે નવસારી જિલ્લામાં 300 આરોગ્યકર્મીઓને રસીકરણ કરાયુ હતુ. નવસારી સિવિલ હોસ્પિટલમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની ઉપસ્થિતિમાં રસીકરણનો આરંભ થયો હતો. જિલામાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીમાં થયેલા રસીકરણ બાદ કોઈને આડઅસર થઈ હોવાની ફરિયાદ સામે આવી નથી.

નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન
નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન

  • નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે કરાઈ રસીકરણની વ્યવસ્થા
  • સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યુ રસીકરણ
  • વેક્સિન લીધા બાદ કોઈને પણ આડઅસર નહીં

નવસારી : ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાના પ્રારંભે નવસારી જિલ્લામાં 300 આરોગ્યકર્મીઓને રસીકરણ કરાયુ હતુ. નવસારી સિવિલ હોસ્પિટલમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની ઉપસ્થિતિમાં રસીકરણનો આરંભ થયો હતો. જિલામાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીમાં થયેલા રસીકરણ બાદ કોઈને આડઅસર થઈ હોવાની ફરિયાદ સામે આવી નથી.

નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન
નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન
નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન
નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન

ટ્રાફિક વધતા વેકસિનેશન સાઇટ થઈ ક્રેશ, ઓફલાઇન માહિતી નોંધી અપાઈ વેક્સિન

નવસારી સિવિલ હોસ્પિટલ સાથે આટ અને આછવણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ અભિયાન સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં શરૂ થયુ હતુ. જેમાં પ્રારંભે જ રસીકરણ માટેની વેબસાઇટ ટ્રાફિક વધતા ક્રેશ થઈ હતી. અડધો કલાક બાદ ઓફલાઇન નોંધણી કરી, રસી આપવામાં આવી હતી. જેમાં ઇન્ચાર્જ સિવિલ સર્જને પ્રથમ રસી લીધા બાદ તમામ આરોગ્યકર્મીઓ કોઈપણ પ્રકારના ડર વિના રસી લેવા અપીલ કરી હતી.

નવસારીમાં પ્રથમ દિવસે 300 ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાઇ વેક્સિન

88 ટકા રસીકરણ બાદ પણ કોઈ આડ અસર નહી

નવસારીમાં આરંભાયેલા રસીકરણમાં ડોક્ટરો, ફાર્માસિસ્ટ, પેરામેડીકલ સ્ટાફ મળીને 300 આરોગ્યકર્મીઓને રસી આપવમાં આવી હતી. સાથે જ જેમને રસી આપવામાં આવી, એમને 28 દિવસો બાદ ફરી વેકસિનનો બીજો ડોઝ આપવમાં આવશે. જ્યારે નવસારીમાં પ્રથમ તબક્કામાં 11,600 ડોઝ આપવમાં આવ્યા હતા. જેથી જિલ્લામાં નોંધાયેલા 9,500 આરોગ્યકર્મીઓમાંથી 5,800 ફ્રન્ટલાઇન કર્મીઓને પ્રથમ કોરોના સામેનું રક્ષણ પુરૂ પડાશે. જિલ્લામાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ ચાલ્યુ હતુ. જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 88 ટકા આરોગ્યકર્મીઓને રસી અપાઈ હતી અને તેમને કોઈ આડઅસર જોવા મળી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.