ETV Bharat / state

Navsari News : જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં દાંડીથી અમદાવાદની ઉલટી દાંડી યાત્રા શરુ કરાવતાં આપ MLA

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 5:34 PM IST

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં દાંડીથી અમદાવાદ સુધીની ઉલટી દાંડી યાત્રા શરુ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો જોડાયા હતાં.

Navsari News : જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં દાંડીથી અમદાવાદની ઉલટી દાંડી યાત્રા શરુ કરાવતાં આપ એમએલએ
Navsari News : જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં દાંડીથી અમદાવાદની ઉલટી દાંડી યાત્રા શરુ કરાવતાં આપ એમએલએ

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં યાત્રા

નવસારી : જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાનીમાં નવસારીના ઐતિહાસિક દાંડીથી અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ઉલટી દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ ચપટી ધૂળ ઉપાડી યાત્રાની શરૂઆત કરતાં સરકારના નિર્ણયને ધૂળમાં ભેળવી દેવાનો સંકેત આપ્યો હતો.

સરકારની નીતિનો વિરોધ : જ્ઞાન સહાયક યોજનામાં 11 મહિનાના કરાર આધારિત ભરતી મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધના સૂર ઉઠી રહ્યો છે. જેના સમર્થનમાં આદિવાસી નેતા ધારાસભ્ય અનંત પટેલ પણ ઉમેદવારોના સમર્થનમાં આંદોલન કરી સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાનીમાં ઐતિહાસિક દાંડી ખાતેથી યુવા અધિકારી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો જોડાયા હતાં.

યુવરાજસિંહ જાડેજા જોડાયાં : સમગ્ર ગુજરાતમાં જ્ઞાન સહાયક ભરતી યોજના મામલે ટેટ ટાટ પાસ શિક્ષક ઉમેદવારો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી આંદોલનો કરી રહ્યા છે અને આંદોલનને સમર્થન આપવા માટે મોટા નેતાઓ પણ સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે આ આંદોલનની આગેવાની વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ અને ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા કરી છે. જેઓએ નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ખાતેથી યુવા અધિકાર યાત્રાની શરૂઆત કરી છે જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ઉમેદવારો જોડાયા હતાં

કાયમી ધોરણે શિક્ષકોની ભરતીની માગણી : યાત્રાના પ્રસ્થાન સમયે જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં બેનર પ્રદર્શિત કરવા સહિત સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં. આ યાત્રા નવસારીથી અમદાવાદ ગાંધી આશ્રમ સુધી કરવામાં આવશે. આ યાત્રાની શરૂઆત પહેલા યુવા નેતા યુવરાજસિંહ અને ચૈત્ર વસાવાએ મહાત્મા ગાંધીજીએ જેમ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજી હુકુમતને લૂણો લગાડ્યો હતો તેમ હાથમાં ચપટી ધૂળ ઉપાડી સરકારની યોજનાની ધૂળમાં મેળવી દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાથે જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ કરી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થાય તેવી વાત કરી હતી.

  1. World Tribal Day 2023: બે રોટલી ઓછી ખાજો પણ તમારા દીકરા-દીકરીઓને ભણાવજો - MLA ચૈતર વસાવા
  2. Gyan Sahayak Yojna: સરકારી તંત્રનું ધીમે ધીમે ખાનગીકરણ, આગામી દિવસોમાં ગાંધીનગરમાં જનસેલાબ જોવા મળશે - યુવરાજસિંહ
  3. Gandhinagar News : 2022માં 156 આપી, પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી, લોકસભામાં લોકોને સમજાવીશું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.