ETV Bharat / state

Gandhinagar News : 2022માં 156 આપી, પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી, લોકસભામાં લોકોને સમજાવીશું

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 3:15 PM IST

Gandhinagar News : 2022માં 156 આપી, પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી, લોકસભામાં લોકોને સમજાવીશું
Gandhinagar News : 2022માં 156 આપી, પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી, લોકસભામાં લોકોને સમજાવીશું

" 2022માં 156 આપી પરિણામ સ્વરૂપે જ્ઞાન સહાયક યોજના મળી. હેવ લોકસભામાં લોકોને સમજાવીશું " આ શબ્દો છે જ્ઞાન સહાયક યોજનાના ઉમેદવારોના. જે કદાચ 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની જીદ લઇને બેઠેલા નેતાઓએ શાનમાં સમજવાના છે. જૂઓ ગાંધીનગરમાં જનમંચ નેજામાં આ યોજનાના વિરોધનો માહોલ કેવો જામ્યો હતો અને ભાજપે જવાબમાં શું કહ્યું.

વિરોધનો માહોલ જામ્યો, ભાજપે કર્યો બચાવ

ગાંધીનગર : રાજ્ય સરકારે શિક્ષકોની કાયમી ભરતી નહીં પરંતુ સહાયક રૂપે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે ત્યારથી જ ગુજરાતમાં શિક્ષકોના ઉમેદવારો દ્વારા અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓમાં આંદોલન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જ્ઞાન સહાયકના વિરોધ બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓને જવાબ આપવાની ચીમકી પણ ઉમેદવારો અને તેમના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

40 વર્ષની ઉંમર પછી ભીખ માંગવાની? : મહીસાગરના નીતા રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે કાયમી શિક્ષક બનવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમને પરિણામે સ્વરુપે અત્યારની સરકારે જ્ઞાન સહાયકની યોજના પરિણામ સ્વરૂપે આપવામાં આવી છે.

જ્યારે અમે કાયમી શિક્ષક બનવા માટેની પરીક્ષા આપી છે ત્યારે અમે જ્ઞાન સહાયક કઈ રીતે બનીએ? શું 11 મહિના પછી અમારે ઘર નથી ચલાવવાનું ? શું અમારે 40 વર્ષની ઉંમર પછી અમારે રસ્તા ઉપર રખડીને ભીખ માંગવાનું છે ? તે બાબતે સરકાર અમને જવાબ આપે તેવા પ્રશ્નો ઉમેદવારોએ કર્યા હતા. શું અમે શિક્ષક બનવા માટેનું સપનું ભૂલી જઈએ અને અમે 2022 ચૂંટણીમાં 156 બેઠક આપ્યા પછી સરકાર અમને આવી ભેટ આપતી હોય તો અમને સરકારની કોઈ જરૂર નથી. જ્યાં સુધી અમારી માંગ સ્વીકારાય નહીં ત્યાં સુધી અમે ગાંધીનગર આવતા રહેશું અને આગામી સમયમાં દિલ્હી પણ જઈશું...નીતા રાજપૂત (ઉમેદવાર, મહીસાગર)

શિશુનેે મૂકી હરિયાણા ભણવા ગઈ પરિણામ શું મળ્યું? : આંદોલોનમાં રાજકોટના વિભૂતિ બાથવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે શિક્ષક બનવા માટે ખૂબ મહેનત કરી છે 15- 20 વર્ષ સુધી ભણ્યા છીએ, અને 11 મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિનું પરિણામ મળતું હોય તો અમે આટલું ભણ્યા તેનો કોઈ મતલબ રહેતો નથી.

અમને કાયમી નોકરી જોઇએ અને અમે કાયમી નોકરીને અમે લાયક પણ છીએ. મારા દોઢ વર્ષના દીકરાને ઘરે મૂકીને હું હરિયાણા બીએડ કરવા માટે ગઈ હતી, બે વર્ષ સુધી હરિયાણા રોકાઈ હતી અને અત્યાર સુધી હું મહેનત કરતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી દીધી તે અમને બિલકુલ મંજૂર નથી. જો આ યોજના કરાર આધારિત ચાલુ રાખવામાં આવશે તો અમે આગળ પણ અવાજ ઉઠાવીશું. આ ડિજિટલ યુગમાં સરકારે કોમ્પ્યુટરની મોટી મોટી લેબ તૈયાર કરી દીધી છે પરંતુ કોમ્પ્યુટર ભણાવવા માટે શિક્ષક જ નથી, તો આ કોમ્પ્યુટરનો કોઈ જ કામ રહેતું નથી અને ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો થઈ રહી છે તે તદ્દન ખોટી છે...વિભૂતિ બાથવાર (શિક્ષક ઉમેદવાર, રાજકોટ)

કોંગ્રેસનું જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં સમર્થન : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ જ્ઞાન સહાયક યોજના બાબતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા દસ વર્ષથીની ડબલ એન્જીન સરકાર છે. પરંતુ ડબલ એન્જિનની સરકાર ભેગી થઈને શિક્ષણની ધોર ખોદવા બેઠી હોવાનો આક્ષેપ કર્યો હતો.

શિક્ષણ સરકારની પ્રાથમિક જવાબદારી છે તે જવાબદારીના બદલે આજે સરકાર ધીમેધીમે સરકાર શિક્ષકોનું ખાનગીકરણ કર્યું વેપારીકરણ કર્યું છે. આજે હવે કોન્ટ્રાક્ટિંકરણ કરીને કદાચ શિક્ષકોની ભરતી કરીને શિક્ષણની ઘોર ખોદવા બેઠી છે. આ ખાલી ઉમેદવારોનું આંદોલન નથી પરંતુ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવાર તો કરી રહ્યા છે પરંતુ બાળકોનું ભવિષ્ય પણ આ યોજનામાં અંધકારમય બની રહ્યું છે. વાલીઓ પણ હવે ચિંતામાં આવી ગયો છે ત્યારે આ આંદોલન સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે. વિદ્યાર્થી મિત્રો મળવા આવ્યા હતાં, સરકાર અમને આંદોલન કરવા નથી દેતી પોલીસ દમન કરે છે. ત્યારે કોંગ્રેસ પક્ષે કીધું કે આવો અમે તમારી સાથે છે તમારી માંગ તમારી એકલાની નથી. પરંતુ આખા ગુજરાતની માંગ છે અને ગુજરાતના ભવિષ્યની માંગ છે. એટલે જ કોંગ્રેસના જનમંચથી જ્ઞાન સહાય યોજના રદ કરવાની શરૂઆત થઈ છે. અમે એટલા કટીબદ્ધ છીએ કે ગુજરાતના યુવાનો ગુજરાતના ભવિષ્યને બચાવવા માટેની લડાઈ રહે છે, ત્યારે આ યોજના જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનું સમાધાન રહેશે...અમિત ચાવડા (ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા)

જ્ઞાન સહાયક મુદ્દે આંદોલન કરશે તેની જોડે રહીશું : આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન તરીકે ઓળખાતા યુવરાજસિંહ જાડેજા પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને તેઓની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈને હું સમર્થન માટે આવ્યો છું. આ જે કાળો કાયદો રાજ્ય સરકારે રજૂ કર્યો છે જ્ઞાન સહાયક યોજનાના નામે જે સ્કીમ રજૂ કરી છે તેનો વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છે અને ભૂતકાળમાં પણ જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો. અત્યારે પણ કોઈ પણ પક્ષ આ મુદ્દે લડશે તો હું તે તમામ પક્ષ સાથે જોડે રહીશ,યોજનાનો વિરોધ કરીશ. જો જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરીને અને સામાન્ય જનતાની વચ્ચે જઈને લોકોને સમજાવીશું અને જાગૃતિ અભિયાન પણ ચલાવીશું.

ભાજપની પ્રતિક્રિયા : જ્ઞાન સહાયક યોજનાને લઇને સાર્વત્રિક વિરોધ છતાં ભાજપ તેની પીપૂડી વગાડવામાંથી ઊંચો નથી આવતો. સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપતાં ભાજપ નેતા ઋત્વિજ પટેલે સામા પક્ષની રજૂઆતોને સમાચારમાં રહેવા કોંગ્રેસના ગતકડાં ગણાવી જ્ઞાન સહાયક યોજના વૈકલ્પિક વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.

અત્યારે જે જ્ઞાન સહાયકનો મુદ્દો છે તે કોંગ્રેસ વિના કારણે ગજવી રહી છે. જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે ગુજરાત સરકાર પહેલા પણ કાયમી ભરતીઓ કરતી હતી અને અત્યારે પણ કરે છે અને ભવિષ્યમાં પણ કાયમી ભરતીઓ જ કરશે. પરંતુ નિયત સમયપત્રક બન્યું છે તે પ્રમાણે જ ભરતી થશે. વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ ન જાય તે માટેની આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. 14મી સપ્ટેમ્બરે હમણાં જ 2600 જેટલા વિદ્યાસહાયકોની કાયમી ભરતી કરવામાં આવી છે, 1560 જેટલા આચાર્યોની કાયમી ભરતી કરવામાં આવી છે...ઋત્વિજ પટેલ (ભાજપ નેતા)

સમાચારમાં રહેવા માટે કોંગ્રેસના ગતકડાં : જ્ઞાન સહાયક મુદ્દે ગુજરાત ભાજપના નેતા ઋત્વિજ પટેલે કોંગ્રેસના વિરોધ બાબતે વધુમાં નિવેદન આપ્યું હતું કે વિદ્યા સહાયકની ભરતી કાયમી હોય છે પરંતુ માત્ર પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ તેમને કાયમીના ઓર્ડર આપવામાં આવતા હોય છે. જે લોકોએ ટાટ પાસ કર્યું નથી તેવા લોકો આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે. બાકી જ્ઞાન સહાયક યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાવા માટે પણ 25,000 થી વધુ ફોર્મ ગુજરાત સરકારને પ્રાપ્ત થયા છે. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી ત્યારે સમાચારની સુરખીઓમાં રહેવા માટે જમીનની સ્તર પર જ્યારે પોતે જનતાનું સમર્થન ગુમાવી ચૂક્યા છે ત્યારે સમાચારમાં રહેવા માટે કોંગ્રેસ આવા કે ગતકડા કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

  1. Patan News : પાટણ ABVPએ TET અને TATના ઉમેદવારોને ન્યાય અપાવવા ચક્કાજામ કર્યો, 11 મહિનાની ભરતીનો ભારે વિરોધ
  2. Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
  3. Gyan Sahayak Yojna: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સહાયક યોજનાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.