ETV Bharat / state

નવસારી જિલ્લામાં આજે કોરોનાના 137 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : May 1, 2021, 9:32 PM IST

નવસારી જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે શનિવારે વધુ 137 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,076 થઈ છે, જ્યારે આજે શનિવારે એક મહિલા સહિત વધુ 2 લોકોના મોત નિપજ્યા હતા.

નવસારી જિલ્લામાં આજે કોરોનાના 137 પોઝિટિવ કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં આજે કોરોનાના 137 પોઝિટિવ કેસ નોંધાયા

  • જિલ્લામાં કુલ 1,076 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ
  • નવસારીમાં 95 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા
  • આજે વધુ એક મહિલા સહિત 2 લોકોના કોરોનાથી મોત

નવસારી: નવસારી જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે શનિવારે વધુ 137 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,076 થઈ છે, જ્યારે આજે શનિવારે એક મહિલા સહિત વધુ 2 લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત

નવસારી જિલ્લામાં કુલ 2,762 લોકોએ કોરોનાને હરાવ્યો

નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. ગત 15 દિવસોથી નવસારીમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં આજે શનિવારે જિલ્લામાં વધુ 137 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં 1,076 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે, બીજી તરફ વધુ 95 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતતા, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ખેરગામના 51 વર્ષીય આધેડ અને જલાલપોરની 36 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નોંધાયું છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,954 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં 21 એપ્રિલ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં કોરોના ફેબ્રુઆરી 2021 સુધીમાં ધીમો પડયો હતો, પરંતુ ફરી માર્ચ 2021થી કોરોનાએ ગતિ પકડી અને ગત એપ્રિલ મહિનામાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,000ને નજીક પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,954 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 2,762 થઈ છે, જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગના અનુસાર કોરોનાને કારણે જિલ્લામાં કુલ 116 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.