ETV Bharat / state

Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

author img

By

Published : Apr 16, 2023, 6:01 PM IST

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના પ્રધાન રાઘવજીભાઈપટેલે નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન સાગરખેડૂઓને આપ્યું હતું.

Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે
Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

નવસારી: અધધ પાંચ હજાર કરોડનું ટર્ન ઓવરની કમાણી કરી આપતો મત્સ્ય ઉદ્યોગ માટે નવસારીના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું ધોલાઇ બંદર થી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાજુ 1200થી વધુ બોટો ફિશિંગ કરવા અર્થે મધ દરીયે જાય છે. અને સાથે વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી આપતો આ વ્યવસાય માં લોકોને અનેક હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Accident In Patan : પાટણમાં હીટ એન્ડ રન એક વૃદ્ધનું મોત ચાર થયા ઈજાગ્રસ્ત

માછીમારો સાથે કરાઈ બેઠક: આજે રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના પ્રધાન રાઘવજીભાઈ પટેલ ધોલાઈ બંદર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ માછીમારોને લાગતા પ્રશ્ન અને દોલાય બંદરના વિકાસ અંગે સમીક્ષા કરી હતી. ધોલાઈ બંદર ના વિકાસ માટે વિવિધ દસ કરોડ રૂપિયા અગાઉ ફાળવવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી એનું કામ પૂરું થઈ શક્યું નથી ત્યારે માછીમારો માટે આઈસ ફેક્ટરી શેડ ઉભા કરવા, પેટ્રોલ પંપ નજીકમાં હોવો અને એમાં પણ સબસીડી આપવી આ તમામ પ્રશ્નો અંગે માછીમારો સાથે બેઠક કરી હતી અને ધારાસભ્ય નરેશ પટેલે પણ સમગ્ર મામલાને લઈને જલ્દી કામ પૂરું થશે અને ધોલાઈ બંદર રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતો બંદર બને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

શું હતા માછીમારો ના પ્રશ્નો: ધોલાઈ બંદર ના વિકાસ માટે સ્થાનિકોના 14 પ્રશ્નોની રજૂઆત હતી. તેમાં મુખ્ય પ્રશ્નો બંદર ઉપર હાલમાં બનાવેલ પ્લેટફોર્મ ઉપર અગ્રીમતાથી શેડ બનાવવામાં આવે જેથી મચ્છીનો માલ જ્યારે લોડીંગ અને અનલોડીંગ કરે, ત્યારે તેના પર તડકાની કોઈ અસર ના થાય જેથી કરીને મચ્છીના માલ ને નુકસાન થતું અટકે. બીજી તરફ બંદર ઉપર શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે. બંદર ઉપર દીવાદાંડીની વ્યવસ્થા અર્જન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે. આવા 14 જેટલા પ્રશ્નો સ્થાનિક માછીમારોના વણ ઉકેલ્યા છે, જે વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ આવે એવી સ્થાનિક માછીમારો સરકાર પર આશા સેવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat court summons Kejriwal: કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો વધારો, ગુજરાત યુનિવર્સિટીએ કર્યો બદનક્ષીનો કેસ

સમગ્ર મુદ્દે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ધોલાઈ બંદરના વિકાસ માટે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સાગરખેડૂઓને પડતર પ્રશ્નોનો મારી સમક્ષ રજુ થયાં હતા. જે અન્વયે આજે ધોલાઈ બંદરની મુલાકાત લીધી છે. ધોલાઈ બંદરના વિકાસ માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થાઓ માટે ઝડપી ઉકેલ લાવવામાં આવશે જેથી સાગરખેડૂઓને કોઈ તકલીફ નહિ પડશે નહિ તેમજ તેઓની આવકમાં વધારો થાય તે દિશામાં આગળ વધીશુ. સાગરખેડૂતોના પ્રશ્નો ક્રમબદ્ધ રીતે ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર એ મહત્વનું બંદર બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.