ETV Bharat / state

નવસારી હાઇવે પર દેશી તમંચા સાથે એક શખ્સની અટકાયત

author img

By

Published : Oct 7, 2020, 7:50 AM IST

નવસારી: નવસારી SOG પોલીસે સોમવારે રાતે પેટ્રોલિંગ દરમિયાન બાતમીતના આધારે કાર્યવાહી કરી હતી. બાતમીતના આધારે નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલા નવસારીના વેસ્મા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સની દેશી તમંચા સાથે અટકાયત કરી હતી. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજે ધરપકડ કરી હતી. જ્યારે તમંચો આપનારાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી છે.

crime news
crime news

નવસારીઃ નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સોમવારે સાંજે નેશનલ હાઇ-વે નંબર. 48 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક યુવાન જલાલપોર તાલુકાના વેસ્મા ગામના બસ સ્ટેન્ડ નજીક દેશી તમંચા સાથે ઉભો છે. જે બાતમીને આધારે પોલીસે વેસ્મા બસ સ્ટેન્ડ પાસેથી યુવાનને પકડી તપાસ કરતા તેની પાસેથી 5 હજાર રૂપિયાનો હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.

નવસારી હાઇ-વે પર વેસ્મા ગામેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

પોલીસે આરોપી અને નવસારીના ઘેલખડી ખાતે રહેતા અને મૂળ રાજસ્થાની શિવ રામનિવાસ શર્મા (21) ની આર્મ્સ એકટ હેઠળ અટકાયત કરી હતી. જેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ મંગળવારના રોજ તેની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસને વધુ તપાસ અર્થે સોંપ્યો હતો. જ્યારે તમંચો આપનાર મધ્યપ્રદેશના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપી શિવ શર્મા તમંચો મધ્યપ્રદેશથી લાવ્યો હતો. જોકે તમંચો કોને આપવાનો હતો એની તપાસ અર્થે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.