ETV Bharat / state

TIME મેગેઝીને સ્ટેચ્યુ ઑફ યુનિટીને વિશ્વના 100 જોવાલાયક સ્થળોની યાદીમાં કરી સામેલ, 1 વર્ષમાં આવ્યા 27 લાખ પ્રવાસી

author img

By

Published : Oct 31, 2019, 1:36 PM IST

કેવડિયાઃ કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારની મહામાનવની વિરાટ પ્રતિમા નિહાળવા દેશ-વિદેશથી પર્યટકો ઉમટી રહ્યા છે. એક વર્ષની અંદર લગભગ 27 લાખ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી છે. દિવાળીના પાંચેક દિવસ દરમિયાન આશરે એક લાખ પર્યટકો ત્યાં ઉમટી પડ્યા હતા. અમેરિકાના વિશ્વવિખ્યાત મેગેઝીન "ટાઈમ" દ્વારા પણ આ પ્રતિમાને વિશ્વના જોવાલાયક 100 સ્થળોની યાદીમાં સામેલ કરી છે.

fdfd

અહીં પ્રવાસન દ્વારા અનેક લોકોને રોજગાર મળે છે, સ્થાનિકો તેને લગતા નાના-મોટા ધંધાઓમાં વ્યસ્ત છે અને તેમને ઘી-કેળા થઈ ગયા છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અત્યાર સુધીમાં 27 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે, ત્યારે પ્રવાસીઓ રાત્રિ દરિમયાન પણ અહિંયાનો નજારો જોઈ શકે તે માટે હવે સાંજના 7.30 સુધી ટિકીટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે છે.

પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બે કલાકનો સમયગાળો વધારવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોતા હવે પ્રવાસીઓ માટે હાલ એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે સવારના 8થી સાંજે 7.30 સુધી ખુલ્લું રહેશે. અગાઉ સવારના 8થી સાંજે 6 સુધીની જ ટિકિટ મળતી હતી. આ સમયમાં બદલાવ આવવાને કારણે હવે લેસર શો રાત્રે 8 વાગે થશે.

Intro:Body:

સ્ટેચ્યુ ઑફ યુનિટીઃ TIMEની વિશ્વના 100 જોવાલાયક સ્થળોમાં સામેલ, 1 વર્ષમાં આવ્યા 27 લાખ પ્રવાસી 

કેવડિયાઃ કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારની મહામાનવની વિરાટ પ્રતિમા નિહાળવા દેશ-વિદેશથી પર્યટકો ઉમટી રહ્યા છે. એક વર્ષની અંદર લગભગ 27 લાખ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી છે. દિવાળીના પાંચેક દિવસ દરમિયાન આશરે એક લાખ પર્યટકો ત્યાં ઉમટી પડ્યા હતા. અમેરિકાના વિશ્વવિખ્યાત મેગેઝીન "ટાઈમ" દ્વારા પણ આ પ્રતિમાને વિશ્વના જોવાલાયક 100 સ્થળોની યાદીમાં સામેલ કરી છે. 

અહીં ફાલેલા પ્રવાસન દ્વારા અનેક લોકોને રોજગાર મળે છે, સ્થાનિકો તેને લગતા નાના-મોટા ધંધાઓમાં વ્યસ્ત છે અને તેમને ઘી-કેળા થઈ ગયા છે.  દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અત્યાર સુધીમાં 27 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે, ત્યારે પ્રવાસીઓ રાત્રિ દરિમયાન પણ અહિંયાનો નજારો જોઈ શકે તે માટે હવે સાંજના 7.30 સુધી ટિકીટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે છે. 

પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બે કલાકનો સમયગાળો વધારવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોતા હવે પ્રવાસીઓ માટે હાલ એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે સવારના 8થી સાંજે 7.30 સુધી ખુલ્લું રહેશે. અગાઉ સવારના 8થી સાંજે 6 સુધીની જ ટિકિટ મળતી હતી. આ સમયમાં બદલાવ આવવાને કારણે હવે લેસર શો રાત્રે 8 વાગે થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.