ETV Bharat / state

હળવદમાં મજૂર કોંગો ફીવરમાં સપડાયા હોવાની આશંકા

author img

By

Published : Sep 26, 2019, 3:14 PM IST

મોરબી: શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણેક દિવસથી તાવ આવતો હોય તેવી ફરિયાદને પગલે રિપોર્ટ કરાવતા મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ નેગીટિવ આવ્યો હતો. દર્દીને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી હળવદ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ, તબિયતમાં સુધારો ના થતા કોંગોફીવરની આશંકાને ધ્યાને લેતા પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરેલ છે.

હળવદમા મજુરને કોંગો ફિવર હોવાની આશંકા

હાલ દર્દીની તબિયત સારી હોવાનું આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ પુના ખાતે મોકલી આપેલ છે. તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આવશે ત્યાર બાદ આગળની જરૂરી સારવાર કરવામાં આવશે.

હળવદમા મજુરને કોંગો ફિવર હોવાની આશંકા

આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શ્રી રામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સર્વે કોંગો રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. ભોરણીયા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.સી.એલ.વારેવડિયા રુબરુ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોંગો ફીવર હોવાની શક્યતા ઓછી જણાયેલ છે, તેમ છતાં દર્દીને શંકાસ્પદ ગણી સેમ્પલ તેમજ અન્ય તમામ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ.કતીરા દ્વારા પૂરું પાડવામાં આવ્યુ હતુ.

Intro:gj_01_halvad_gaushala_congofiver_visual_av_gj10004
gj_01_halvad_gaushala_congofiver_script_av_gj10004

gj_01_halvad_gaushala_congofiver_gj10004
Body: હળવદમાં શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હોય તેવી ફરિયાદને પગલે દર્દીના મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ નેગીટિવ આવ્યા હતા જોકે દર્દીને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોઈ તેથી સી.એચ.સી હળવદ ખાતે પ્રાથમિક સારવાર લીધેલ પરંતુ તબિયતમાં સુધારો ના થતા કોંગો ફીવરની આશંકાને ધ્યાને લેતા પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરેલ છે
હાલ દર્દીની તબિયત સારી હોવાનું આરોગ્ય તંત્ર પસિથી જાણવા મળ્યું છે અને કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ પુના ખાતે મોકલી આપેલ છે તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આવે બાદમાં આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તો આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે શ્રી રામ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સર્વે તેમજ કોંગો રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી જેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો. ભોરણીયા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.સી.એલ.વારેવડિયા રુબરુ સ્થળ મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ જેમાં કોંગો ફીવર હોવાની શક્યતા ઓછી જણાયેલ છે, તેમ છતાં દર્દીને શંકાસ્પદ ગણી સેમ્પલ તેમજ અન્ય તમામ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીનું માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા દ્વારા પૂરું પાડવામાં આવેલ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.