ETV Bharat / state

MSMEને સહયોગ અપાય તો દેશ આત્મનિર્ભર બની શકે છે : જયસુખ પટેલ

author img

By

Published : Jun 15, 2020, 8:36 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે. જેને ઉદ્યોગપતિઓ પણ સમર્થન આપી રહ્યા છે. મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ MSMEને સહયોગ અપાય તો દેશ આત્મનિર્ભર બની શકે છે. તેમ જણાવીને ચીનથી ગેરકાયદેસર આવતા માલને પણ બંધ કરાવવો જરૂરી હોવાનું જણાવવાને લઇ વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

MSMEને સહયોગ અપાઇ તો દેશ આત્મનિર્ભર બની શકે
MSMEને સહયોગ અપાઇ તો દેશ આત્મનિર્ભર બની શકે

મોરબી : અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું કે, ચીનથી ભારતમાં રેડી ટૂ સેલ માલ આવી રહ્યો છે. જેથી દેશના સ્મોલ અને મીડીયમ ઉદ્યોગને નુકસાન સહન કરવું પડે છે. અનેક પ્રોડક્ટ તૈયાર આવે છે અને ફક્ત પેકેજીંગ ભારતમાં કરાઇ છે. જેમાં રમકડાથી લઈને કપડાનો સમાવેશ થાય છે.

MSMEને સહયોગ અપાઇ તો દેશ આત્મનિર્ભર બની શકે

ચાઈનાથી ભારત આવતી વસ્તુઓમાં વધુ સામાન કરચોરી કરીને સસ્તા ભાવે વેચાય છે. જેથી સ્થાનિક ઉદ્યોગને સહન કરવાનો વારો આવે છે. ચાઈનાથી દેશમાં ઈમ્પોર્ટ થતા માલમાં ગેરરીતી આચરવામાં આવે છે. જેમાં અંડર ઇન્વોઇસ, અંડર વેલ્યુ કે અંડર બિલીંગનો સમાવેશ થાય છે. જેમાં વસ્તુની નીચી કીંમત દર્શાવીને મોકલાતા હોય છે. જે અંડર બિલીંગને પગલે કરોડો રૂપિયાની જીએસટી, કસ્ટમ ડ્યૂટી ચોરી કરીને ભારતમાં સસ્તો માલ વેચવામાં આવે છે. અન્ડર બિલીંગથી ઉધોગને તો નુકસાન થાય જ છે સાથે સરકારને પણ કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડે છે.

ગ્રાફ
ગ્રાફ

આ ઉપરાંત મિસ ડીકલેરેશન મારફત પણ ગેરીરીતી આચરવામાં આવતી હોય છે. જેમાં ઈમ્પોર્ટર કન્ટેનરમાં જે માલ ડીક્લેર કરવાનો હોય તેના બદલે ઓછા ટેક્સવાળો માલ ડીકલેર કરે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી હોય તેવા માલ મિસ ડીકલેર કરાઇ છે જેથી ટેક્સ મળતો નથી અને આ માલ કાળાબજારમાં વેંચાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.