ETV Bharat / state

મોરબીમાં ભાજપ પ્રચારકોનો કાફલો ઉમટ્યો, પુરૂષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર

author img

By

Published : Apr 19, 2019, 9:31 AM IST

મોરબી: લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં મતદાનનો દિવસ આવે તે પૂર્વે ભાજપ દ્વારા દમદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે દિગ્ગજ નેતાઓની ફોજ ગુરૂવારના રોજ મોરબીમાં ઉતારી હોય તેમ કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં જનસભાનું સંબોધન કર્યુ હતું.

પ્રચારકોનો મોરબીમાં જમાવડો

મોરબી ખાતે આયોજન કરવામાં આવેલા જાહેરસભાનું સંબોધન કરતા પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને ફરીથી PM બનાવવા મન મનાવી લીધું છે. જેથી ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતાડશે. તો એર સ્ટ્રાઈક પર સવાલ કરનાર કોંગ્રેસ આગેવાન સામ પિત્રોડાને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, વિપક્ષ ટીકા કરે બરોબર છે પરંતુ સેનાનું મોરલ ડાઉન થાય તેવા વિધાનો કરે તે રાષ્ટ્રહિતમાં નથી.

પ્રચારકોનો મોરબીમાં જમાવડો

આ રાજકોટ બેઠકના મોહનભાઇ કુંડારીયાના પ્રચાર દરમિયાન પુરૂષોત્તમ રૂપાલાએ ભાજપ સરકારના વિકાસકાર્યોના ભરપુર વખાણ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની વિવિધ યોજનાથી લોકોને મળેલી સુવિધા અને વિવિધ યોજનાઓના ગુણગાન ગાયા હતા.

તો સભાબાદ હાર્દિક પટેલના કોંગ્રેસ સાથે જોડાવવાના સવાલ પર નિવેદન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, પાટીદારોને સમજાય ગયું છે, પાટીદારો ભાજપ સાથે જ રહેશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

R_GJ_MRB_07_18APR_PARSHOTAM_ROOPALA_SABHA_BITE_AVB_RAVI

R_GJ_MRB_07_18APR_PARSHOTAM_ROOPALA_SABHA_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_07_18APR_PARSHOTAM_ROOPALA_SABHA_SCRIPT_AVB_RAVI

        લોકસભા ચુંટણીમાં ગુજરાત રાજ્યમાં મતદાનનો દિવસ આવે તે પૂર્વે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને દિગ્ગજ નેતાઓની ફોજ આજે મોરબીમાં ઉતારી હોય તેમ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની સભા હતી તો બાદમાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં સભાને સંબોધન કર્યું હતું જે સભામાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને ફરીથી પીએમ બનાવવા મન મનાવી લીધું છે અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતાડશે તો એર સ્ટ્રાઈક પર સવાલ કરનાર કોંગ્રેસ આગેવાન સામ પિત્રોડાને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષ ટીકા કરે બરોબર છે પરંતુ સેનાનું મોરલ ડાઉન થાય તેવા વિધાનો કરે તે રાષ્ટ્રહિતમાં નથી તે ઉપરાંત ભાજપ સરકારના વિકાસકાર્યોના ભરપુર વખાણ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સરકારની વિવિધ યોજનાથી લોકોની સુવિધાઓમાં વધારો થયાનું જણાવ્યું હતું અને વિવિધ યોજનાઓના ગુણગાન ગાયા હતા તેમજ સભા બાદ હાર્દિક પટેલના કોંગ્રેસ સાથે જોડાવવાના સવાલ પર કાઈ કહેવા ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે પાટીદારોને સમજાય ગયું છે તથા પાટીદારો ભાજપ સાથે જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે 

બાઈટ : પરષોતમભાઈ રૂપાલા – કેન્દ્રીય મંત્રી  

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.