ETV Bharat / state

Unseasonal rain in gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી યાર્ડ 2 દિવસ બંધ રહેશે

author img

By

Published : Dec 1, 2021, 5:02 PM IST

રાજ્યમાં 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી (unseasonal rainfall forecast gujarat)થી ફરી એકવાર ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે મોરબીના માર્કેટિંગ યાર્ડ (morbi marketing yard)માં 2 દિવસ માટે કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

Unseasonal rain in gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી યાર્ડ 2 દિવસ બંધ રહેશે
Unseasonal rain in gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી યાર્ડ 2 દિવસ બંધ રહેશે

  • કપાસ અને મગફળીની આવક 2 દિવસ બંધ રાખવામાં આવી
  • અન્ય જણસની ખરીદી યાર્ડ દ્વારા ચાલું
  • રાજ્યમાં 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી

મોરબી: રાજ્યમાં કમોસમી વરસાદે (unseasonal rain in gujarat) ફરી એકવાર ખેડૂતો માટે ચિંતા પેદા કરી છે. રાજ્યમાં હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી (unseasonal rainfall forecast gujarat) કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને મોરબીના માર્કેટિંગ યાર્ડ (morbi marketing yard)માં 2 દિવસ માટે કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

Unseasonal rain in gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી યાર્ડ 2 દિવસ બંધ રહેશે

કપાસ અને મગફળી સિવાયના પાકની આવક ચાલું રહેશે

હવામાન વિભાગ દ્વારા તારીખ 30-11થી તારીખ 02-12 સુધી ઝડપી પવન અને વધુ વરસાદની આગાહી (weather forecast gujarat) છે, જેથી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં તારીખ 1 અને 2 ડીસેમ્બર એમ 2 દિવસ કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય પાકોની આવક રાબેતા મુજબ ચાલું છે. એજન્ટ અને વેપારીઓને પોતાનો માલ પલળે નહીં તેની તકેદારી રાખવા માટે પણ યાર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ (cloudy weather in gujarat) જોવા મળી રહ્યું છે. વરસાદ વરસવાની શકયતાઓ જણાતા ખેડૂતોને પોતાની જણસ યોગ્ય સ્થળે રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ પણ કમોસમી વરસાદ, કરા પડવા અને પૂરના કારણે પણ ખેડૂતોના પાકને નુકશાન (unseasonal rains damage farmers crops in gujarat) થયું હતું. તો હવે 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ફરી એકવાર ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે.

આ પણ વાંચો: Machhu-1 Dam Morbi: શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ

આ પણ વાંચો: અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ બતાવી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.