રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

author img

By

Published : Nov 18, 2021, 1:08 PM IST

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

રાજ્યમાં લાભપાંચમથી મગફળી ખરીદી(Buy peanuts at support prices ) પ્રક્રિયા તમામ APMC સેન્ટર(APMC Center) પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલ રાતથી અને વહેલી સવારથી કમોસમી વરસાદ(Unseasonal rains ) વિવિધ જિલ્લામાં પડતા મગફળીને નુકસાન થયું છે. જેથી તમામ APMC સેન્ટર (APMC Center)પર બે દિવસ સુધી મગફળી ખરીદી બંધ રાખવાનો નિર્ણય અન્ન અને નાગરિક પુરવઠા(Department of Food and Civil Supplies ) નિગમે લીધો છે.

  • કમોસમી વરસાદની મગફળી ખરીદી પર અસર
  • 91 એપીએમસી કેન્દ્ર પર મગફળી ખરીદી ચાલુ
  • મગફળી ખરીદી પ્રક્રિયા બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય

ગાંધીનગર : હાલ પૂરતા 91 APMC કેન્દ્ર પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જોકે કમોસમી વરસાદથી (Unseasonal rains ) વિવિધ જિલ્લાઓમાં પડતાં મગફળીના પાકને નુકસાન(Damage to groundnut crop) થયું છે. જેથી મગફળી ખરીદી પ્રક્રિયા 9Peanut purchase process)બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના વિવિધ ભાગો સૌરાષ્ટ્ર(Saurashtra), ઉત્તર ગુજરાત (North Gujarat)અને દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) કમોસમી વરસાદ થઈ શકે છે. તેમાં પણ ભાવનગર, અમરેલી, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગત સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. તે હેતુથી મગફળી ખરીદી શરૂ કરવા અંગે જિલ્લા સ્તરે પરિસ્થિતિ આધિન નિર્ણય લેવાશે તેવો અન્ન નાગરિક પુરવઠા નિગમ(Department of Food and Civil Supplies ) એ નિર્ણય લીધો છે.

નુકસાન ના થાય તે હેતુથી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય

ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ હતી. ભારત સરકાર દ્વારા ખરીફ 2021માં મગફળીના ટેકાના ભાવ 5,550 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી કરી હતી જેથી વહેલી સવારથી વરસાદ પડયો હતો. જેના કારણે મગફળીને થોડા ઘણા અંશે નુકસાન થયું હતું અને વધુ નુકસાન ના થાય તે હેતુથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ પ્રક્રિયા બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગત વર્ષ કરતા મગફળીની ખરીદી અત્યાર સુધી ઓછી થઈ

મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં 15 નવેમ્બર સુધીમાં કુલ 6916.23 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. જેનું મૂલ્ય 38.39 કરોડ છે. જેનો લાભ 3,602 ખેડૂતોએ લીધો છે. મગફળીના ટેકના ભાવે ખરીદીમાં 102 લાભાર્થી ખેડૂતોને રૂ. 1.165 કરોડની ચુકવણી કરવામાં આવી છે. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં ગત વર્ષ કરતા મગફળીની ખરીદી પ્રક્રિયા ઓછી થઈ છે.
આ પણ વાંચોઃ જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો

આ પણ વાંચોઃ સાસણ નજીક સફારી પાર્કમાં સિંહણનો ફોટો થયો વાયરલ: જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.