ETV Bharat / state

Machhu-1 Dam Morbi: શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ

author img

By

Published : Nov 29, 2021, 8:49 PM IST

વાંકાનેર શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ – 1 ડેમ (Machhu-1 Dam )ઓવરફલો થયો હતો જેથી સિંચાઈ યોજના (Gujarat Irrigation Department )દ્વારા કેનાલ મારફતે શિયાળુ પાક માટે (Winter crops of Gujarat)ખેડૂતોને પાણી આપવાનો (Water to farmers for irrigation of winter crops)નિર્ણય કરવામાં આવ્યો છે અને આજથી પાણી છોડવામાં આવતા 30ગામોના વિસ્તારને સિંચાઈનો લાભ(Irrigation benefit to an area of 30 villages) મળશે

Machhu-1 Dam Morbi:   શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ
Machhu-1 Dam Morbi: શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ

  • મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવામાં આવતા 30 ગામોને લાભ મળશે
  • ખેડૂતોની રજૂઆતને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
  • ખેડૂતોને પાણી છોડવાથી રવી પાકોમાં ફાયદો

મોરબીઃ વાંકાનેરનો મચ્છુ-1 ડેમ (Machhu-1 Dam )છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઈ વિભાગ(Gujarat Irrigation Department ) દ્વારા ખેડૂતોને રવીપાક(Winter crops of Gujarat) માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

મચ્છુ-1 ડેમ ગત ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો

મચ્છુ-1 ડેમ ગત(Machhu-1 Dam ) ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. દરમિયાન મચ્છુ-1 ડેમ હેઠળના ખેડૂતોએ રવીપાક (Winter crops of Gujarat)માટે આ ડેમમાંથી પાણી આપવામાંની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઈને તાજેતરમાં યોજાયેલી મચ્છુ-1 ડેમ સિંચાઈ સલાહકાર સમિતિની મીટીંગમાં મચ્છુ-1 ડેમ સિંચાઈ યોજના હેઠળના આશરે 3 હજાર હેકટર વિસ્તારમાં રવિ સિઝન માટે 6 પાણ માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને મચ્છુ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે.

શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ

પાણી રવિ સિઝન માટે છોડવામાં આવશે

આ ડેમની કુલ પાણીની ઉંડાઈ 49 ફૂટની સામે 48.20 ફૂટ પાણી છે. કમાન્ડ વિસ્તારમાં પિયતની માંગણીને ધ્યાને લઈને પીવાના પાણીના જથ્થાને અનામત રાખી આશરે 90 થી 100 દિવસ સુધી 1200 એમસીએફટી પાણી રવીપાક માટે છોડવામાં આવશે અને આ પાણીનો રવીપાક માટે વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 સહિત 30 ગામના ખેડૂતોને લાભ મળશે.

આ પણ વાંચોઃ Suicide in surat: બંધ રૂમમાંથી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ
આ પણ વાંચોઃ Gujarat Vibrant Festival 2022 : 14 કંપનીઓ સાથે કરાય MOU, કુલ 38 કરોડના MOU થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.