ETV Bharat / state

મોરબીની 2 સિરામિક ફેક્ટરી પર ઈન્કમટેક્સના દરોડા

author img

By

Published : May 26, 2022, 10:55 AM IST

Updated : May 26, 2022, 11:22 AM IST

મોરબી જિલ્લામાં 2 સિરામિક ફેક્ટરી પર ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન (IT raid at Morbi) શરૂ કર્યું છે. હિંમતનગરની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (Asian Granito India Ltd) નામની કંપની પર દરોડા પછી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબીની 2 સિરામિક ફેક્ટરી પર ઈન્કમટેક્સના દરોડા
મોરબીની 2 સિરામિક ફેક્ટરી પર ઈન્કમટેક્સના દરોડા

મોરબીઃ જિલ્લાની 2 સિરામિક ફેક્ટરી પર IT વિભાગે સર્ચ ઓપરેશન શરૂ (IT raid at Morbi) કર્યું છે. હિંમતનગરની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (Asian Granito India Ltd) પર પાડવામાં આવેલા દરોડા પછી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એશિયન ગ્રેનિટો સાથે જોઈન્ટ વેન્ચરમાં રહેલી બે સિરામિક ફેક્ટરી પર IT વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ (IT search operation at Morbi ) થયું છે. મોરબીમાં બિઝનેસ ક્ષેત્રે મોટી નામના ધરાવતા મોટા ગજાના 2થી 3 બિઝનેસ ગૃપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડી તપાસ (IT raid at Morbi) શરૂ કરી છે.

માળિયા હાઈવે પર આવેલા જોઈન્ટ વેન્ચર ગૃપ એફિલ સહિતની ફેક્ટરી પર દરોડા
માળિયા હાઈવે પર આવેલા જોઈન્ટ વેન્ચર ગૃપ એફિલ સહિતની ફેક્ટરી પર દરોડા

આ પણ વાંચો- IT Raids In Ahmedabad: અમદાવાદમાં બે બિલ્ડર્સ પર IT વિભાગની તવાઈ

અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન - અમદાવાદમાં ઈન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ (Mega Operation of IT in Ahmedabad) ધરવામાં આવ્યું છે, જેમાં જાણીતા એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (Asian Granito India Ltd) પર ITની ટીમ દ્વારા 35થી 40 સ્થળે 200થી વધુ અધિકારીઓ અને પોલીસના કાફલા સાથે દરોડા પાડ્યા હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી. અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી એશિયન ગ્રેનિટોની કોર્પોરેટ ઓફિસ, હિંમતનગરની ફેક્ટરી, અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારો, જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મૂકેશ પટેલને ત્યાં IT વિભાગે ધામા નાખી તપાસ ચલાવી છે. તો ગુજરાત બહાર પણ ITની ટીમ દોડી જઈને તપાસ ચલાવી રહી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી હતી.

આ પણ વાંચો- IT Raid Rajkot: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા

માળિયા હાઈવે પર ITના દરોડા - મોરબીમાંમાં પણ 2થી વધુ જગ્યાએ દરોડા હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે. માળિયાના માળિયા હાઈવે પર આવેલા જોઈન્ટ વેન્ચર ગૃપ એફિલ (Joint Venture Group Eiffel) સહિતની 2 ફેક્ટરી ઉપર ઈન્કમટેક્સની ટીમ દ્વારા સર્ચ (IT search operation at Morbi), સરવે અને ક્રોસ તપાસ શરૂ કરવામાં આવી છે. તો વધુમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, રવાપર રોડ પર રહેણાંક મકાનમાં દોરડા પડ્યા છે. તો આ તપાસમાં હજી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર ખૂલી શકે છે. ઈન્કમટેક્સના દરોડાના પગલે ઉદ્યોગકારોમાં રીતસરનો ફફડાટ પ્રસરી ગયો છે.

Last Updated : May 26, 2022, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.