ETV Bharat / city

IT Raids In Ahmedabad: અમદાવાદમાં બે બિલ્ડર્સ પર IT વિભાગની તવાઈ

author img

By

Published : Feb 10, 2022, 11:10 AM IST

Updated : Feb 10, 2022, 1:40 PM IST

અમદાવાદમાં આવકવેરા વિભાગે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર (Income tax department raids in Ahmedabad) દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની ટીમ (Incometax raids on real estate developers) શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગૃપની ઓફિસ અને નિવાસસ્થાન ખાતે (Shilp and Shivalik Builders Group IT Raid) તપાસ કરી રહી છે.

Income tax department raids in Ahmedabad: અમદાવાદમાં શિલ્પ, શિવાલિક બિલ્ડર્સ પર IT વિભાગની તવાઈ
Income tax department raids in Ahmedabad: અમદાવાદમાં શિલ્પ, શિવાલિક બિલ્ડર્સ પર IT વિભાગની તવાઈ

અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં દરોડા (Income tax department raids in Ahmedabad) પાડ્યા છે. અત્યારે ટીમ શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગૃપની ઓફિસ અને નિવાસસ્થાને તપાસ (Shilp and Shivalik Builders Group IT Raid) કરી રહી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 25 સ્થળ પર આવકવેરાની ટીમે દરોડા (Incometax raids on real estate developers) પાડ્યા છે.

આ પણ વાંચો- ભાજપ નેતા PVS શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

25 જેટલા સ્થળ પર ITનું સર્ચ ઓપરેશન

અમદાવાદમાં શહેરમાં IT વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં એક સાથે 25 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં (Income tax department raids in Ahmedabad) આવી રહ્યું છે. જ્યારે શિલ્પ અને શિવાલિક બ્લિડર ગૃપ દરોડા (Shilp and Shivalik Builders Group IT Raid) પાડવામાં આવ્યા છે. છે. તેમ જ શિવાલિક ગૃપના ડિરેક્ટર ચિત્રક શાહ, તરલ શાહ, શિલ્પ ગૃપના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટ, બ્રોકર દિપક નિમ્બાર્કના શારદા ગૃપ, બ્રોકર કેતન શાહ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- આવકવેરા વિભાગના કર્મચારીઓએ કર્યું અડધા દિવસનું વોકઆઉટ

શિવાલિક હાઉસ પર પણ ITના દરોડા

શિવાલિક ગૃપની વાત કરીએ તો, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગૃપની ઓફિસ ‘શિવાલિક હાઉસ’ (IT Raid at Shivalik House) આવેલી છે. વર્ષ 1996માં સતીષ શાહે પોતાના પુત્ર સાથે મળીને તેની શરૂઆત કરી હતી. સતીષ શાહ, તરલ સતીષ શાહ અને ચિત્રક સતીષ શાહ આ ગૃપના ડિરેક્ટર છે. આ કંપનીની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ રેસિડેન્શિઅલ પ્રોજેક્ટ્સમાં જ હતા.

Last Updated : Feb 10, 2022, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.