ETV Bharat / state

વિજાપુરની પિલવાઈ કૉલેજ ભૌતિક સુવિધાઓને લઈ રાજ્યમાં પ્રથમ ક્રમે આવી

author img

By

Published : Dec 27, 2019, 10:46 PM IST

મહેસાણા : વિજાપુરના પિલવાઈ કૉલેજ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સંસ્થામાં રાજકીય વ્યક્તિઓ પણ શિક્ષણ મેળવી ચુક્યા છે. જેમનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.

vijapurs
મહેસાણા

શિક્ષણ એ વ્યક્તિ રાષ્ટ્ર અને સમાજના ઘડતરનો પાયો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ અને વિકાસ એ વિદ્યાર્થીઓમાં સારા શિક્ષણનું સિંચન કરવા માટે પાયાની જરૂરિયાત સારે છે. ત્યારે મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામે આવેલ ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ દ્વારા સંચાલિત આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કૉલેજને રાષ્ટ્રી સ્તરે NAACની ત્રીજી સિકલમાં 3.45 CGPA સાથે A+ ગ્રેડેશન મળ્યું છે. જેની ખુશીઓની અભિવ્યક્તિ કરતા કૉલેજ ખાતે ખાસ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે.

મહેસાણા


મહત્વનું છે કે, આ કૉલેજ એ મહાનુભાવોનું ઘડતર કરનાર છે. જેઓ આજે સમાજ વચ્ચે અગ્રેસર રહ્યા છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, APMC ચેરમેન રમણભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિતના વ્યક્તિઓ આ સંસ્થામાં શિક્ષણ મેળવી ચુક્યા છે. જેમનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.

પિલવાઈની આ શૈક્ષણિક સંસ્થા દ્વારા અભિવાદન સમારોહ સાથે કેમ્પસમાં એક નવીન હોલ માટે ભૂમિ પૂજન કરતા પાયાની પ્રથમ ઇંટ મૂકી ભૂમિ પૂજન કરાયુ છે. ત્યારે આવનાર સમયમાં શૈક્ષણિક સેવા સાથે આ કૉલેજના વિધાર્થીઓમાં ટેલેન્ટની સર્જનાત્મક શક્તિના વિકાસ માટે આ હોલમાં વિવિધ એક્ટિવિટી સહિત કલચર પ્રોગ્રામ પણ શક્ય બનશે.

Intro:



વિજાપુરની પિલવાઈ કોલેજ રાજ્યમાં ભૌતિક સુવિધાઓને લઈ પ્રથમ ક્રમે આવી


વિજાપુરના પિલવાઈ કોલેજ ખાતે અભિવાદન સમારોહ યોજાયોBody:શૈક્ષણ એ વ્યક્તિ રાષ્ટ્ર અને સમાજના ઘડતરનું પાયો છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ અને વિકાસ એ વિદ્યાર્થીઓમાં સારા શૈક્ષણનું સિંચન કરવા માટે પાયાની જરૂરિયાત સારે છે ત્યારે મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામે આવેલ ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ દ્વારા સંચાલિત આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજને રાષ્ટ્રી સ્તરે NAACની ત્રીજી સિકલમાં 3.45 CGPA સાથે A+ ગ્રેડેશન મળ્યું છે જેની ખુશીઓની અભિવ્યક્તિ કરતા કોલેજ ખાતે ખાસ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે મહત્વનું છે આ કોલેજ એ મહાનુભાવોનું ઘડતર કરનાર છે જેઓ આજે સમાજ વચ્ચે અગ્રેસર રહ્યા છે જેમાં રાજ્યના પ્રથમ મહિલામુખ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશના રાજપાલ આનંદીબેન પટેલ, apmc ચેરમેન રમણભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિતના વ્યક્તિઓ આ સંસ્થામાં શૈક્ષણ મેળવી ચુક્યા છે જેમનું સંસ્થા દ્વારા સનમાં પણ કરવામાં આવ્યું છે

પિલવાઈની આ શૈક્ષણિક સંસ્થા દ્વારા અબજીવડન સમારોહ સાથે કેમ્પસમાં એક નવીન હોલ માટે ભૂમિ પૂજન કરતા પાયાની પ્રથમ ઇટ મૂકી ભૂમિ પૂજન કરાયુ છે ત્યારે આવનાર સમયમાં શૈક્ષણિક સેવા સાથે આ કોલેજના વિધાર્થીઓમાં ટેલેન્ટની સર્જનાત્મક શક્તિના વિકાસ માટે આ હોલમાં વિવિધ એક્ટિવિટી સહિત કલચરર પ્રોગ્રામ પણ શક્ય બનશે


Conclusion:બાઈટ 01 : મુકેશસિંહ વિહોલ, મંડળ સભ્ય

રોનક પંચાલ, ઇટીવી ભારત, વિજાપુર- મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.