ETV Bharat / state

રાજ્યમાં તમાકુ, નિકોટીન પર પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય? જાણો અમારો વિશેષ અહેવાલ

author img

By

Published : Sep 26, 2020, 7:44 PM IST

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે તમાકુ નિકોટોનનું રાજ્યમાં ધૂમ વેચાણ પરના પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય છે..? જુઓ અમારો વિશેષ અહેવાલ

Tobacco nicotine
Tobacco nicotine

મહેસાણાઃ દેશમાં તમાકુ ગુટખા અને નિકોટીન જેવા અનેક પદાર્થો ભાવિ ભારતના યુવા ધનને અધોગતિના પંથે દોરી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના પદાર્થો પર લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ઊંઝા ખાતે હાજરી આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તમાકુ,ગુટખા અને નિકોટીન જેવા પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર સરકારે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ વધાર્યો હોવાની વાત કરી હતી.

નાયબ મુખ્યપ્રધાનના નિવેદનવ બાદ ETV ભારતની ટીમ મહેસાણા આરોગ્ય શાખાના જવાબદાર અધિકારીનો સંપર્ક કર્યો હતો. ત્યારે તમાકુના પ્રતિબંધ મામલે સરકાર તરફથી નવો કોઈ GR ન મળ્યો હોવાની વાત રજૂ કરી હતી. ત્યારે સરકારમાં બેઠેલા નેતાઓના બોલ માત્ર સાંભળવા પૂરતા હોય તેમ સાબીત થયા હતા. મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તમાકુ,ગુટખા અને નિકોટીન જેવા અનેક પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તો ક્યાંક સરકાર ના સૂચનો હોવા છતાં ભણેલા ગણેલા લોકો આ પ્રકારના પદાર્થોનું સેવન કરતા હોય છે.

તમાકુ નિકોટોનનું રાજ્યમાં ધૂમ વેચાણ
રાજ્યમાં તમાકુ, નિકોટીન પર પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય

મહત્વનું છે કે સરકાર તમાકુ નિકોટિનના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધની વાતો કરી રહી છે પરંતુ, આ પદાર્થોનું ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક કક્ષાએ જ થઈ રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું માત્ર વેચાણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ સિવાય ઉત્પાદન પર સરકાર કોઈ નિર્ણય ન લઈ શકે..?

તમાકુએ ખેડૂતોના ખેતરમાં ઉપજતી એક પ્રકારની ખેત પેદાશ છે. જેના થકી ખેડૂતો આર્થિક કમાણી કરતા હોય છે અને ક્યાંક ખેડૂત માટે વધુ કમાણી કરી આપતા આ પદાર્થોને કારણે આવા પદાર્થોનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ શક્ય બનતું હોય છે. જોકે ખેડૂતોને સરકાર દ્વારા અન્ય પાકોના ઉત્પાદન માટે પ્રેરણા પુરી પાડી તમાકુ સહિતના નુક્ષાન કારક તત્વોનું ઉત્પાદન અટકાવવામાં આવે તો સરકારનો તમાકુ કે નિકોટીન પરનો પ્રતિબંધ ખરા અર્થમાં સાર્થક થઈ શકે છે. પરંતુ તેમ કરતા ક્યાંક ખેડૂતોને સરકાર પ્રત્યે નારાજગી પણ પ્રવર્તી શકે છે.

રાજ્યમાં તમાકુ, નિકોટીન પર પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય

નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલએ રાજ્યના આરોગ્ય પ્રધાનની જવાબદારી સંભાળી રહ્યા છે અને રાજ્યના નાગરિકોના સારા સ્વસ્થ્ય માટે તમાકુ નિકોટીન જેવા પદાર્થો પર પ્રતિબંધ ખૂબ જરૂરી છે. ત્યારે સરકારના કાયદા અને પ્રતિબંધની વાતો માત્ર કાગળ અને શબ્દોમાં ન રહેતા તેના પર કડક અમલવારી થાય તે જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.