ETV Bharat / state

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિજાપુર ખાતે 16,365 પરિવારને રેશનકાર્ડ અપાયા

author img

By

Published : Jan 22, 2021, 10:22 PM IST

મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 16,365 રેશનકાર્ડ ધારકોને આવરી લેવાયા છે, ત્યારે દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી છે.

ETV BHARAT
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિજાપુરમાં રેશનકાર્ડ અપાયા

  • વિજાપુરમાં સરકારી યોજનાની સહાય માટે કર્યક્રમ યોજાયો
  • રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવેએ આપી હાજરી
  • વિવિધ 10 તાલુકાના લાભાર્થીઓને રેશનકાર્ડ અને સહાય વિતરણ
  • લોકો સુધી અન્ન પહોંચાડવા સરકારનું અનોખું આયોજન
    રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિજાપુરમાં રેશનકાર્ડ અપાયા

મહેસાણાઃ જિલ્લાના 10 તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 16,365 રેશનકાર્ડ ધારકોને આવરી લેવાયા છે, ત્યારે દિવ્યાંગો, ગંગાસ્વરૂપા મહિલાઓ, વડીલોને આવરી લઈ રાજ્ય સરકારે અન્નદાનની પરંપરાને જાળવી રાખી છે. આ સાથે જ નવા સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા માતા-બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શનધારક વડીલ લાભાર્થીઓનું અભિવાદન કરતા વિજાપુર તાલુકાના ગોવિદપુરા ખાતેના તમાકુ માર્કેટ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ વિજાપુર ખાતે તાલુકાના નવા સમાવિષ્ટ 994 રેશનકાર્ડધારકોને મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરી દવેના હસ્તે હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં 75 દિવ્યાંગો, 45 નિરાધાર વૃદ્ધો, 123 ગંગાસ્વરૂપા મહિલાઓ, 123 બાંધકામ શ્રમિકો તેમજ સરકારી કચેરીઓમાં કરાર આધારિત કામ કરતા 67 રોજમદાર કર્મચારીઓને લાભાન્વિત કરાયા હતા.

ETV BHARAT
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિજાપુરમાં રેશનકાર્ડ અપાયા

રાજ્યના 50 લાખ લોકોને NFSA હેઠળ આવરી લેવાયા!

સમગ્ર રાજ્યમાં 10 લાખ કુટુંબોની 50 લાખની જનસંખ્યાને NFSA હેઠળ આવરી લેવામાં આવી છે, ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીની ઓનલાઈન ઉપસ્થિતિમાં રાજ્યના 101 તાલુકામાં આ નવા રેશનકાર્ડ ધારકોનો સામૂહિક અભિવાદન સમારોહ યોજાયો હતો. જેના ભાગરૂપે વિજાપુર તાલુકાના ગોવિંદપુરા તમાકુ માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિકરૂપે 5 લાભાર્થીઓને પ્રધાને રેશનકાર્ડ અર્પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.