ETV Bharat / state

Mehsana success in TB control : TBના કેસોમાં 90 ટકા રિકવરી અને 28 ટકા નિયંત્રણની સફળતા કેવી રીતે મળી?

author img

By

Published : Feb 4, 2022, 4:57 PM IST

મહેસાણા જિલ્લાએ ક્ષય રોગની બીમારી પર નિયંત્રણ અને રિકવરી લાવવા પાછળ સઘન કામગીરી કરી નોંધપાત્ર સફળતા (Mehsana success in TB control ) મેળવી છે. જૂઓ આ વિશેષ અહેવાલ.

Mehsana success in TB control :  TBના કેસોમાં 90 ટકા રિકવરી અને 28 ટકા નિયંત્રણની સફળતા કેવી રીતે મળી?
Mehsana success in TB control : TBના કેસોમાં 90 ટકા રિકવરી અને 28 ટકા નિયંત્રણની સફળતા કેવી રીતે મળી?

મહેસાણાઃ કહેવાયું છે કે ' પહેલું સુખ તે જાતે નર્યા... ' ત્યારે પોતાના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે આજે મહેસાણા જિલ્લાએ ટીબી એટલે કે ક્ષય રોગની બીમારી પર નિયંત્રણ અને રિકવરી લાવવા પાછળ સઘન કામગીરી કરી નોંધપાત્ર સફળતા (Mehsana success in TB control ) મેળવી છે. સામાન્ય રીતે ટીબી ક્ષય રોગની આ બીમારી વર્ષો પહેલા જીવલેણ ગંભીર બીમારી હતી જેનો ઉપચાર શક્ય ન હતો. પરંતુ આજે જ્યારે વૈજ્ઞાનિકોના સંશોધનો અને સરકારના પ્રયાસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ જિલ્લા સરકારી હોસ્પિટલોમાં ટીબી અંગેના ટેસ્ટિંગ અને સારવારની (Government support for TB treatment) સુવિધા કાર્યરત રહી છે.

પ્રશંસનીય કામગીરી દર્શાવતા બ્રોન્ઝ મેડલ અને સર્ટીફિકેટ દ્વારા સન્માન

3 વર્ષમાં ક્ષય રોગના 18000 ઉપરાંત કેસો

મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં ટીબી ક્ષય રોગના 18000 ઉપરાંત કેસો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી સામે આવ્યા હતાં. જે દર્દીઓને સરકારની ગાઈડ લાઈન મુજબ મહેસાણા જિલ્લા ટીબી વિભાગની ટિમના સંકલનથી સારી સારવાર અને નિઃશુલ્ક સુવિધા મળતા 90 ટકા દર્દીઓ (Government support for TB treatment) ટીબી જેવી ગંભીર બીમારીને માત આપી સ્વસ્થ જીવન (Mehsana success in TB control ) જીવતાં થયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા સન્માન અપાયું

વર્ષ 2015ની સાપેક્ષ ટીબીના કેસો પર નિયંત્રણ મેળવવા સરકારની જાહેરાત બાદ મહેસાણા જિલ્લાએ ટીબીની બીમારીના કેસોમાં 28 ટકા જેટલું નિયંત્રણ અને 90 ટકા જેટલી રિકવરીની સફળતા (Government support for TB treatment) મેળવતા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2021માં જિલ્લા ટીબી અધિકારી અને તેમની ટીમની કામગીરીને પ્રશંસનીય કામગીરી દર્શાવતા બ્રોન્ઝ મેડલ અને સર્ટીફિકેટ દ્વારા સન્માન (Mehsana success in TB control ) આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ TB Free Campaign: સાંસદ રંજન ભટ્ટ પ્રેરિત ટીબી મુક્ત અભિયાનનો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

અદ્યતન સુવિધાઓ વિકસાવતાં ઝડપ આવી

ટીબી ક્ષય બીમારીની સારવાર અને નિયંત્રણ માટે સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારથી લઈ જિલ્લાસ્તરે સરકારી હોસ્પિટલોમાં આ રોગના દર્દીઓના સપ્યુટમને માઇક્રોસ્કોપથી ટેસ્ટિંગ અને છાતીના એક્સરેની પ્રિન્ટ દ્વારા તપાસ થાય (Government support for TB treatment) તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથે જ વર્ષ 2016 થી જિલ્લા ટીબી હોસ્પિટલમાં મુકવામાં આવેલ અદ્યતન બે સીબીનાટ મશીન દ્વારા સાદા અને ઝેરી ટીબીનું પરીક્ષણ માત્ર 2 કલાકમાં સામે (Mehsana success in TB control ) આવી જાય છે.

આ પણ વાંચોઃ TB Cases In Bhavnagar: કોરોના બાદ ભાવનગરમાં ટીબીનો કહેર, આ વર્ષે નોંધાયા 2,364 કેસ

2025 સુધીનો લક્ષ્યાંક

મહેસાણા જિલ્લામાં નોંધાયેલ ટીબીના દર્દીઓને સરકારના નિયમ મુજબ દર મહિને 500 રૂપિયા તેમના સારા ખોરાક અને સારસંભાળ માટે જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી આપવામાં આવે છે. તદઉપરાંત જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને આગેવાનોને માધ્યમથી જનજાગૃતિ લાવી ટીબીના રોગથી પીડાતા લોકોને જાગૃત કરી સારવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ (Government support for TB treatment) કરવામાં આવી રહ્યો છે. જેને લઈ મહેસાણા જિલ્લામાં રિકવરી રેટ 90 ટકા અને અને નિયંત્રણ 28 ટકા જેટલો જોવા મળી રહ્યું છે. તો આગામી 2025 સુધીના મહત્તમ રીતે ટીબી નિયંત્રણ કરવાના વડાપ્રધાનના આહ્વાનને પગલે સતર્કતા સાથેના પગલાં (Mehsana success in TB control ) ભરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.